GSTV
Home » News » ‘કાલી ચાય મેં ડુબોકર ખા રહે પાર્લે’, સેક્રેડ ગેમ્સ-2ના આ દમદાર ડાયલૉગ્સની સોશિયલ મીડિયા પર ધૂમ

‘કાલી ચાય મેં ડુબોકર ખા રહે પાર્લે’, સેક્રેડ ગેમ્સ-2ના આ દમદાર ડાયલૉગ્સની સોશિયલ મીડિયા પર ધૂમ

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીની પૉપ્યુલર વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝન નેટફ્લિક્સ પર આવી ચુકી છે. ફેન્સ તેના વિશે વાત કરતાં થાકતાં નથી. જો કે કેટલાંક લોકો બીજી સીઝનથી ખુશ છે તો કેટલાંક નારાજ. સેક્રેડ ગેમ્સની ખાસિયત શરૂઆતથી જ તેના ડાયલૉગ્સ રહ્યાં છે. પહેલી સીઝનમાં ઉમદા અને યાદગાર ડાયલૉગ્સ હતા. બીજી સીઝનમાં પણ ફેન્સને કેટલાંક એવા ડાયલૉગ્સ સાંભળવા મળ્યાં જે લોકોની જીભે ચડી ગયાં છે.

ગાયતોંડે કેન્યાતી બંટીને ફોન કરે છે. આ દરમિયાન બંટી પોતાના ખરાબ હાલત વિશે જણાવે છે, ‘યહાં પાર્લે જી ખાના પડ રહા હૈ કાલી ચાય મે ડુબોકર’ બંટીનો આ ડાયલૉગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આવા જ કેટલાંક ડાયલૉગ્સ છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે.

કેન્યા પહોંચ્યા બાદ ગાયતોંડે બંટી સાથે ફોન પર વાત કરે છે અને બંટીના પૂછવા પર જણાવે છે- ચાંદ પર હૈ અપુન.

કેન્યામાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરવા માટે ગાયતોંડે પુરુષોત્તમને કહે છે કે, હમે ભરોસેમંદ આદમીઓ કી ઝરૂરત હૈ, તેના પર પુરુષોત્તમ જવાબ આપે છે, યહાં નહી હૈ કોઇ ભી એસા ભરોસે લાયક.

આ સંવાદ ગુરુજી એટલે કે પંકજ ત્રિપાઠીનો છે-બલિદાન દેના હોગા.

જ્યારે ચતુર્વેદીના કહેવા પર ગાયતોંડે પહેલીવાર ગુરુજીના આશ્રમમાં પહોંચે છે. ગુરુજી પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યાં હોય છે. પંકડ ત્રિપાઠી કહે છે-લવ ઇઝ બિઝનેસ.

આ સંવાદ ગાયતોંડેનો છે, જે ગુરુજીના પ્રવચનથી પ્રેરિત છે.

જોજો સાથે વાતચીતમાં ગાયતોંડે કહે છે- મરને કા હૈ તેરે કો.

ગાયતોંડે સમુદ્દની અંદર ઘણા દિવસોથી એક શિપમાં કેદ છે, જ્યારે તેને ભોજનમાં માછલી આપવામાં આવે છે તો તે માછલી ફેંકી દે છે અને કહે છે- મુર્ગા ચાહિયે મેરે કો.

સરતાજ સિંહ પોતાની પત્નીને મળવા જાય છે. તેને કહે છે કે તે તેના જીવનમાં ફરી આવી જાય. સરતાજ કહે છે કે- એક એક કરકે સબ મેરી લાઇફ સે નીકલતે જા રહે હે.

Read Also

Related posts

ફેસબુક પર સરકાર વિરોધી અપશબ્દો લખતાં પહેલાં ચેતજો, 24 કલાકમાં બીજી પોલીસ ફરિયાદ

Nilesh Jethva

રાજ્યની આ જિલ્લા પંચાયત પર ભગવો લહેરાવવાની ભાજપની મહેચ્છા પર પાણી ફરી વળ્યું

Nilesh Jethva

થરાદ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર, આ પ્રશ્નોને કારણે પ્રજા ભાજપથી વિમુખ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!