GSTV

લોરેસ-20 સ્પોર્ટસ એવોર્ડ: સચિન તેંડુલકરના નામે વધુ એક સિદ્ધી, વર્લ્ડ કપ જીતની આ ક્ષણ બની ગઇ સૌથી યાદગાર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરેસ-20 સ્પોર્ટસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જર્મનીની રાજધાની બર્લિનમાં આયોજીત કાર્યક્રમમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ સમારોહમાં સચિનનું નામ બેસ્ટ સ્પોર્ટિંગ મોમેન્ટ કેટેગરીમાં સામેલ હતુ.

ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યા બાદ સચિન સાથે જોડાયેલી યાદને કૈરીડ ઓન ધ શોલ્ડર્સ ઓફ  અ નેશન નામ આપવામાં આવ્યુ હતુ.. નવ વર્ષ પહેલા સચિન વર્લ્ડ કપ જીતનારી ટીમ ભારતના સભ્ય હતા. જીત બાદ સચિનને ખેલાડીઓએ ખભા પર બેસાડીને અભિવાદન કર્યુ હતુ.

‘નમસ્તે ટ્રમ્પ’ ઇવેન્ટમાં હાજર રહેશે સચિન

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન મોટેરા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ કરવાના છે. આ પ્રસંગે બીસીસીઆઈના તમામ હોદ્દેદારો તેમજ સચિન ગાવાસ્કર સહિતના દિગ્ગજ ક્રિકેટરો હાજર રહેશે. ઉપરાંત નમસ્તે ટ્રમ્પ અને રોડ શોમાં બને એટલા વધું લોકો આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીવીઆઈપી લોકો આવાને બદલે બને એટલા મહત્તમ લોકો એકત્રિત થાય તેવું ટ્રમ્પનું કાર્યાલય ઈચ્છે છે.

ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે

આ કાર્યક્રમમાં ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહેશે અને તેઓ પણ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે જેથી તેમને બોલાવામાં આવ્યા છે. કાર્યક્રમમાં વીવીઆઈપી વ્યક્તિ તરીકે માત્ર બેજ હશે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી હશે. સાથે જ આ કાર્યક્રમમાં શ્રોતાઓની ઉપસ્થિતિ વધું હોવાથી અમદાવાદ અને તેની આસપાસના આઠ જિલ્લામાંથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ-વ્યાપાર એસોસિએશનના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવશે. જેની જવાબદારી જે-તે જિલ્લાના કલેકટરની રહેશે.

Read Also

Related posts

કાળમુખા કોરોનાનો ફફળાટ, વધુ એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

Ankita Trada

કોરોના સામેના જંગમાં હવે સેના તૈયાર, 8500 ડોક્ટરો હાઈએલર્ટ પર, વાયુસેના થઈ સક્રિય

Nilesh Jethva

‘હું ઠીક છું જુવાનોને આપો વેન્ટિલેટર’ 90 વર્ષની Corona સંક્રમિત મહિલાએ એવું કર્યુ કે વાંચીને ગર્વ થશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!