GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સચીન તેંડુલકર જાહેર થયા આ ટીમના કોચ, યુવરાજસિંહ અને પોન્ટિંગ પણ આપશે સાથ

વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા ઓલરાઉન્ડર યુવરાજસિંહ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ એક સાથે એક મેચમાં રમશે. આ ખેલાડીઓ જે ટીમ વતી આ મેચ રમવાના છે એમાં સૌથી મોટી બાબત એ છે કે સચિન તેંડુલકર આ ટીમના કોચ તરીકે જોડાયા છે. જોકે, ઓફિશિયલ સચીન તેંડુલકર કોઈ દેશની ટીમ સાથે જોડાયા નથી પણ આ ચેરીટી મેચ હોવાથી સચીને હા ભણી છે. જેમાં ઉદાત્ત હેતુ ઓસ્ટ્રેલિયાની આગમાં પીડિત વ્યક્તિઓની મદદ કરવાનો છે.


ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગને પગલે પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવાના આશયથી નાણાં ભેગા કરવાના ભાગરૂપે 8 ફેબ્રુઆરીના રોજ એક ચેરિટિ ક્રિકેટ મેચ રમાવાની છે. ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુના રિપોર્ટ અનુસાર જસ્ટિન લેંગર અને મેથ્યુ હેડને પણ આ મેચમાં સામેલ થવાની અનુમતિ આપી છે.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર રીકી પોન્ટિંગ અને શેન વોર્ન આ મેચમાં કેપ્ટનશીપ કરશે. ઓલ સ્ટાર ટી-20 મેચના નામે આ મેચનું આયોજન કરાયું છે. સચિન તેંડુલકરને બુશફાયર નામની રીકી પોન્ટિંગની ટીમના કોચ જાહેર કરાયા છે.

વોર્નની ટીમના કોચ તરીકે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર કર્ટની વોલ્શની નિમણુક કરાઈ છે. આ મેચ દરમિયાન એકઠા થયેલા નાણાં ઓસ્ટ્રેલિયા રેડક્રોસ આપદા અને રાહત બચાવ ફંડમાં દાન કરી દેવામાં આવશે.

Related posts

હોટલોએ 1 જૂનથી સરકાર પાસે કરી નવી ડિમાન્ડ, મંજૂરી મળી તો આટલા વાગ્યા સુધી ઘરેબેઠા મળશે ભોજન

Nilesh Jethva

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!