GSTV
Home » News » સચિનના નામનો ઉપયોગ કરીને આ કંપની વેચી રહી હતી સામાન, હવે થયો આ મોટો લોચો

સચિનના નામનો ઉપયોગ કરીને આ કંપની વેચી રહી હતી સામાન, હવે થયો આ મોટો લોચો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે રમત ગમતના સામાન બનાવતી ઓસ્ટ્રેલિયન કંપની સ્પાર્ટન સામે કેસ નોંધાવ્યો છે.. આરોપ છે કે કંપનીએ પોતાની ઉત્પાદનના પ્રચાર માટે સચિનના નામ અને તસ્વીરનો ઉપયોગ કર્યો.. સચિને તેના માટે સ્પાર્ટન પાસેથી 20 લાખ ડોલર એટલે કે 14 કરોડ રૂપિયાની રોયલ્ટીની માગણી કરી છે.

દસ્તાવેજોના હવાલાથી દાવો કરાયો છે કે 2016માં સચિન અને સ્પાર્ટનની વચ્ચે એક સમજૂતી થઇ હતી.. જે અંતર્ગત એક વર્ષ સુધી પોતાની પ્રોડક્ટ્સ પર સચિનની તસ્વીર અને લોગોનો ઉપયોગ કરવા બદલ કંપની તેને 10 લાખ ડોલર એટલે કે 7 કરોડ રૂપિયા ચુકવશે..

આ ડીલ અંતર્ગત સ્પાર્ટન સચિન બાય સ્પાર્ટન ટેગલાઇનનો ઉપયોગ કરી શકતી હતી.. સચિન કંપનીની પ્રોડક્ટસના પ્રચાર માટે લંડન અને મુંબઇમાં પ્રમોશનલ ઇવેન્ટમાં પણ ગયા હતા.. જો કે 2018 સુધી સ્પાર્ટને તેમને એક પણ વખત રકમની ચુકવણી કરી ન હતી.. જે બાદ સચિને પેમેન્ટની માગણી કરી તો કંપનીએ કોઇ જવાબ ન આપ્યો.. જે બાદ સચિને ડીલ તોડી નાંખી.. તેમ છતાં સ્પાર્ટન કંપનીએ સચિનનું નામ અને તસ્વીરોનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો..

READ ALSO

Related posts

ચેન્નાઇના શૈક્ષણિક જૂથ પર આઇટીના દરોડા 350 કરોડની છૂપી આવક પકડાઇ

Arohi

સપ્ટે.માં ઔદ્યોગિક ઉત્પાદન 4.3 ટકા ઘટયું, આઠ વર્ષનો સૌથી મોટો ઘટાડો

Arohi

જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી કાતિલ ઠંડી : બેનાં મોત, જનજીવન ઠપ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!