GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

7 વર્ષ બાદ જોવા મળશે માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar તોફાની બેટિંગ, બ્રાયન લારાને આપશે જોરદાર ટક્કર

આજે 7 વર્ષ બાદ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટ સચિન તેદુંલકર (Sachin Tendulkar) ની ટીમ ઈન્ડિયા લિજેન્ડ્સની ટક્કર એકેડેમી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની પ્રથમ મેચમાં બ્રાયન લારાની વિન્ડીઝ લિજેન્ડ્સ સાથે થવા જઈ રહી છે. ક્રિકેટના સૂરમાં સચિન (Sachin Tendulkar) માટે આ ખૂબ જ ભાવનાત્મક પળ હશે. કારણ કે, 14 નવેમ્બર 2013 બાદ સચિન (Sachin Tendulkar)પ્રથમ વખત વાનખેડે સ્ટેડિયમના મેદાન પર ઉતરશે.

આ મેચ રોડ સેફ્ટી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે રમાશે

આ મેચ સચિન (Sachin Tendulkar) માટે વધારે મહત્વપૂર્ણ છે કારણ કે, આ મેચ રોડ સેફ્ટી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે રમાવમાં આવી રહી છે. ભારતમાં રોડ એક્સિડેન્ટમાં દરેક 4 મિનિટમાં એક માણસનું મૃત્યુ થઈ જાય છે. રસપ્રદ વાત છે કે, સચિને (Sachin Tendulkar)પોતાની કરિયરની છેલ્લી મેચ આ જ ટીમ સાથે આ જ મેદાન પર રમી હતી. આ મેચને સચિન બનામ લારા તરીકે જોવામાં આવી રહી છે.

મેદાનમાં ફરી ‘સચિન-સચિન’ ના સંભળાશે અવાજ

ફેન્સ સચિન (Sachin Tendulkar)ને એક વખત ફરીથી મેદાન પર તેમના પસંદના શૉટ કવર ડ્રાઈવને રમતા જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. મેદાનમાં ફરી એક વખત ‘સચિન-સચિન’ ના અવાજો સંભળાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યે શરૂ થશે.

READ ALSO

Related posts

અમદાવાદનાં માર્ગો પર દોડતી થઈ રિક્ષા, જનજીવન ફરી થયું ધબકતું

pratik shah

લોકડાઉન 4 આ જિલ્લાને ભારે પડ્યું: 14 દિવસમાં 33 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધાં

Bansari

સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચે એસટી બસ વ્યવહાર પુન: કાર્યરત, જાણો કયા રૂટ પર દોડશે બસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!