GSTV
Home » News » મજૂરો સાથે સચિન તેંડુલકરની ગલી ક્રિકેટ, વાયરલ થઇ રહ્યો છે Video

મજૂરો સાથે સચિન તેંડુલકરની ગલી ક્રિકેટ, વાયરલ થઇ રહ્યો છે Video

આઇપીએલની સીઝન ચાલી રહી છે અને મોટાભાગના ખેલાડીઓ ચેમ્પિયન બનવાની તૈયારીમાં લાગી ગયાં છે તેવામાં એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેને  લઇને સચિન તેંડુલકરના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર મુંબઇમાં ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યાં. મેટ્રો કંસ્ટ્રક્શન વર્કર્સ સાથે તે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

CRICKET.GSTV.IN

લોકોએ સચિનનો આ અવતાર કદાચ પહેલીવાર જોયો હશે. હંમેશા ક્રિકેટના મેદાનમાં રનનો વરસાદ કરતા સચિન આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર છે અને દરેક મેચમાં તે જોવા મળે છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ગલી ક્રિકેટ રમતા જોયા.

આ વિડિયો રવિવારનો છે. સચિન તેંડુલકર મુંબઇના બાંદ્રા પાસેથી પસાર થઇ રહ્યાં હતાં, તે સમયે તેમણે કેટલાંક બાળકોને ક્રિકેટ રમતા જોયા. તે પોતાની જાતને રોકી શક્યા નહી અને ગાડી થોભાવીને તે તેમની સાથે ક્રિકેટ રમવા લાગ્યાં. સચિનને પોતાની સાથે જોઇને બાળકો પણ ખુશ થઇ ગયા. સચિને બેટ લઇને બેટિંગ શરૂ કરી દીધી. તેમણે અનેક શૉટ્સ પણ ફટકાર્યા. સોશિયલ મીડિયા પર તેમનો આ વિડિયો વાયરલ થઇ રહ્યો છે.

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!