GSTV
Gujarat Government Advertisement

સચિન તેંડુલકર માટે 17મી ઓક્ટોબરનો દિવસ યાદગાર છે, આ દિવસે સર્જ્યો હતો મોટો રેકોર્ડ

Last Updated on October 17, 2020 by Mansi Patel

સચિન તેંડુલકરે ક્રિકેટમાં એટલા બધા રેકોર્ડ સર્જેલા છે કે લગભગ દરરોજ એક રેકોર્ડ તો એવો હોય જ જે યાદ આવે. આજે 17મી ઓક્ટોબર છે. આ દિવસે પણ તેણે એક મોટો રેકોર્ડ સર્જ્યો  હતો. ભારતના આ મહાન ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકરે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ પોતાના નામે કરેલો છે.

છેલ્લા 12 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. 2008ની 17મી ઓક્ટોબરે તેણે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. એ વખતે ભારતીય ટીમ મોહાલી ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમી રહી હતી. સચિનની કારકિર્દીની એ બાવનમી ટેસ્ટ હતી.

આ મેચ શરૂ થઈ તે અગાઉ સચિને   151 ટેસ્ટમાં 11939 રન નોંધાવ્યા હતા એ સમયે વેસ્ટ ઇન્ડિઝનો મહાન બેટ્સમેન બ્રાયન લારા 11953 રન સાથે મોખરે હતો. આમ સચિનને આ મેચ દરમિયાન લારાના આંકને વટાવવા માટે 15 રનની જરૂર હતી.

મેચના પહેલા દિવસે જ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ગૌતમ ગંભીર તથા સેહવાગે શાનદાર પ્રારંભ કર્યો. ગંભીરે 67 રન ફટકાર્યા હતા. રાહુલ દ્રવિડ 29 રન કરી શક્યો જ્યારે સેહવાગે 35 રન ફટકાર્યા હતા. બે વિકેટ બાદ સચિન રમવા આવ્યો અને તેણે જોતજોતામાં તો 15 રન ફટકારી દીધા અને લારાના આંકને વટાવી દીધો.

મોહાલીના મેદાન પર એ વખતે જે આતશબાજી થઈ હતી તેના અવાજમાં લગભગ પાંચેક મિનિટ સુધી મેચ અચકી પડી હતી. સચિને એ ઇનિંગ્સમાં 111 બોલમાં 88 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ તો સૌરવ ગાંગુલીએ પણ સદી ફટકારી હતી. ભારતે એ ટેસ્ટ 320 રનના વિશાળ માર્જીનથી જીતી લીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!