રવિવાર એ દરેક માટે ખાસ દિવસ છે…તે રજાનો દિવસ છે, તેથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં આનંદ માણવા માંગે છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પોતાનો રવિવાર ખાસ રીતે ઉજવ્યો અને મિસાલ પાવની મજા માણી. સચિન તેંડુલકરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મિસલ પાવ વિશે પોતાના દિલની વાત વ્યક્ત કરી રહ્યો છે.

સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે રવિવાર હોય કે સોમવાર, હું કોઈપણ દિવસે મિસલ પાવ ખાવા માટે તૈયાર છું.
સચિન તેંડુલકરે વીડિયોમાં કહ્યું કે મિસલ પાવની કંઈક વાતજ અલગ છે, મહારાષ્ટ્રની મિસાલ પાવ નંબર વન છે. સચિન તેંડુલકરના આ વીડિયોને સતત પસંદ કરવામાં આવી રહ્યો છે, ફેન્સને સચિનની આ સ્ટાઇલ પસંદ આવી છે.
Be it a Sunday or a Monday, I’ll take Misal Pav any day!
— Sachin Tendulkar (@sachin_rt) December 12, 2021
What's your idea of a perfect breakfast?🍴😋#MisalPav pic.twitter.com/VewgsNTsRH
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત આવા વીડિયો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સચિન તેંડુલકરના 32.4 મિલિયન ફોલોઅર્સ છે.
ભારતના સૌથી મોટા ક્રિકેટ સુપરસ્ટાર સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ સચિન તેંડુલકરના નામે ઘણા એવા રેકોર્ડ છે જે હજુ સુધી તૂટ્યા નથી.
સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે જ્યારે 463 વન-ડે મેચમાં 18426 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરના નામે કુલ 100 આંતરરાષ્ટ્રીય સદી છે. સચિન તેંડુલકર હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે.

ALSO READ
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે