GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સચિને ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ ક્રિકેટ અંગે વાત કરી ન હતી: પૃથ્વી શો

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ભલે નિવૃત્તિ લઈ લીધી હોય પણ તે આજેય ક્રિકેટ સાથે સંકળાયેલો રહે છે. તે યુવાન ખેલાડીઓને માર્ગદર્શન આપતો રહે છે. યુવાન ઓપનર પૃથ્વી શોએ જણાવ્યું હતું કે  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેની સાથે ઘણી વાર વાતચીત કરી છે. તેઓ બેટિંગ ટેકનિકને બદલે બેટસમેનની માનસિક સ્થિતિ અંગે વઘારે વાતો કરે છે.

8 વર્ષનો હતો ત્યારે સચિનને મળ્યો હતો

પૃથ્વી શોએ એક ઇન્સ્ટાગ્રામ શોમાં વાત કરતાં જણાવ્યું હતું કે પહેલી વાર સચિન સરને મળ્યો ત્યારે હું આઠ વર્ષનો હતો. ત્યારથી તેઓ મને માર્ગદર્શન આપતા રહે છે. તેમની પાસેથી મેં મેદાન પર અને મેદાન બહારની શિસ્ત વિશેની ઘણી ચીજો શીખી છે.

સચિન આપે છે આ સલાહ

પૃથ્વી શોને એ વાતનો આનંદ છે કે સચિન તેંડુલકર આજે પણ તેના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રેક્ટિસ કરે છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રાજકોટમાં પોતાની પ્રથમ જ ટેસ્ટમાં સદી ફટકારનારા પૃથ્વી શોએ જણાવ્યું હતું કે જ્યારે પણ હું પ્રેક્ટિસ કરતો હોઉં અને સચિન સર ત્યાં હોય તો તેઓ મને બેટિંગ ટેકનિકને બદલે માનસિક બાબતો અંગે સલાહ આપતા રહે છે. સચિન સર અને અન્ય કોચને કારણે મારી અત્યાર સુધીની સફર સફળ રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!