GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

2003ના વિશ્વકપમાં સચિને શોએબ અખ્તરની ખૂબ પીટાઈ કરેલી, અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ વિશ્વકપ રહ્યો હતો

ભારત અને પાકિસ્તાનની ટીમ 2003ના વિશ્વકપમાં 36માં મુકાબલો કરી રહી હતી. એ સમયે વિશ્વકપમાં ભારતીય ટીમ 5માંથી 4 મેચ જીતી ચૂકી હતી. જ્યારે બીજી તરફ પાકિસ્તાન 4માંથી 2 મેચ હારી ચૂકી હતી. બંને ટીમો ત્રણ વર્ષ બાદ વનડેમાં આમને સામને હતી. મેચ પહેલા જ મીડિયામાં એ વાત થવા લાગી હતી કે આ મેચ દુનિયાના બેસ્ટ બેટ્સમેનો અને બોલરોની વચ્ચે રમાવાનો છે. આ મેચમાં સચિન તેડુલકરે શોએબ અખ્તરની એક ઓવરમાં 18 રન ફટકાર્યા હતા. બાદમાં શોએબ અખ્તરે તેને આઉટ કરી દીધો હતો. પણ સચિન જ્યાં સુધી ક્રિઝ પર હતો પાકિસ્તાન માટે આ મેચ જીતવો અસંભવ લાગી રહ્યો હતો. ભારતે પાકિસ્તાન સામે ભૂતકાળમાં બે વનડે મેચ હાર્યા બાદ કોઈ મુકાબલો જીત્યો નહોતો. જેથી ફેન્સ માટે પણ ભારતે આ મુકાબલો જીતવો ફરજીયાત હતો.

સઈદ અનવરે ફટકારી સેન્ચુરી

પાકિસ્તાને ટોસ જીતીને પહેલી બેટીંગ લેવાનો નિર્ણય લીધો. ઓપનર સઈદ અનવરની સેન્ચુરીની મદદથી 50 ઓવરમાં 273 રનનો ટાર્ગેટ પાકિસ્તાને ભારતને આપ્યો. જે એ સમયમાં ખૂબ મોટો ટાર્ગેટ હતો. અનવરે 126 બોલમાં 101 રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમના ઓપનર સચિન તેડુલકરે પહેલી બોલ રમી. વસીમ અક્રમની પહેલી ઓવરના ત્રીજા બોલમાં સચિને ચોગ્ગો ફટકાર્યો. બીજી ઓવર માટે શોએબ અખ્તર મેદાનમાં આવ્યો. અખ્તરે મેચ પહેલા જ એ ભવિષ્યવાણી કરી હતી કે સચિનને સસ્તામાં આઉટ કરી દઈશ. પણ અખ્તરની એ આગાહી મોટી ભૂલ સાબિત થઈ.

સચિનની એ સિક્સર

અખ્તરની પહેલી બોલ વાઈડ ગઈ. સચિન તેના પછીની બોલમાં રન ન બનાવી શક્યો. બીજી બોલમાં સિંગલ લીધો અને ત્રીજી બોલમાં વિરેન્દ્ર સહેવાગ રન ન બનાવી શક્યો. ફરી એક બોલ વાઈડ પડ્યો. ત્યાં સુધીમાં બંને બેટ્સમેનોએ બેટીંગ પોઝીશન બદલી લીધી હતી. ચોથી બોલ અખ્તરે બાઉન્સર નાખી. ઓફ સ્ટમ્પની બહાર જતી આ બોલમાં સચિને અપર કટ માર્યો. બોલ બેકવર્ડ પોંઈન્ટ બાઉન્ડ્રીની બહાર ગઈ અને 6 રન લાગી ગયા. જેના આગામી બોલમાં સચિને પેડ પરથી ઓન સાઈડમાં ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલને રમતા સચિને સ્ટ્રેટ ડાઈવ લગાવી અને ચોગ્ગો ફટકાર્યો.

ભારત જીતી ગયું

સચિને અખ્તરની એક ઓવરમાં 18 રન ફટકાર્યા. જેના કારણે પાકિસ્તાનની જીતની આશા પર પાણી ફરી વળ્યું. આ કારણે જ બાદમાં વકાર યુનુસે અખ્તરને બોલિંગમાંથી હટાવી દીધો. એ પોતે બોલિંગ કરવા માટે મેદાનમાં આવ્યો. છઠ્ઠી ઓવરમાં સત્તત સહેવાગ અને સૌરવ ગાંગુલીને આઉટ કર્યા. સચિને 75 બોલમાં 98 રનની શાનદાર ઈનિંગ રમી. સચિન આઉટ થયો ત્યારે તેણે કુલ 137 બોલમાં 97 રન કર્યા હતા. સ્ટ્રાઈક રેટ 4.34નો હતો. રાહુલ દ્રવિડ અને યુવરાજ સિંહે આસાનીથી ટાર્ગેટને હાંસિલ કરી લીધો. શોએબે 10 ઓવરમાં 72 રન આપ્યા. ભારતે આ વિશ્વકપમાં પાકિસ્તાન સામેની અત્યાર સુધીની જીતને બરકરાર રાખી.

સૌથી સફળ વિશ્વકપ

ટૂર્નામેન્ટ બાદ વર્લ્ડકપની આયોજન સમિતિના પ્રમુખ અલી બાકરે કહ્યું કે, અમે કહ્યું હતું કે, આ વિશ્વકપ અત્યાર સુધીનો સૌથી સફળ વિશ્વકપ રહે. સેન્ચુરિયનમાં સચિનની પાકિસ્તાન સામેની ઈનિંગે વિશ્વકપને સફળ સાબિત કરવામાં ઘણી મદદ કરી. તો બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ શહરયાર ખાને કહ્યું હતું કે, ભારતે તેડુલકરની મદદથી સારી મેચ રમી. એ અમારાથી શ્રેષ્ઠ સાબિત થયા. પણ મેચ હારવું તે કોઈ અપમાન નહોતું.

READ ALSO

Related posts

હોટસ્પોટ અમદાવાદે કોરોના ફેલાવ્યો, આ 4 જિલ્લાઓમાં પોઝિટિવ કેસનો આંક 100ને પાર

Bansari

લોકડાઉન 5.0 : ગુજરાત 2 કલાકની વધુ છૂટછાટ સાથે આ માર્કેટોને આપશે મોટી રાહતો, હવે ફક્ત જાહેરાત કરશે

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે સોમવારથી મંત્રીઓની કચેરી રાબેતા મુજબ થશે શરૂ, પ્રધાનો કાર્યભાર સંભાળશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!