દુનિયાના સૌથી સફળ ક્રિકેટર સચિન તેન્ડુલકરના સૌથી મોટા ફેન સુધીરને 14 જૂને મેનચેસ્ટરમાં ગ્લોબલ ફેન અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સુધીરની સાથે વિરાટ કોહલીના ફેન સુગુમારને પણ સન્માન મળશે. આ અવૉર્ડ પાંચ મોટા પ્રશંસકોને મળશે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી મોટા ફેન ચાચા ક્રિકેટ, બાંગ્લાદેશના ફેન ટાઇગર આકા શોએબ અલી, શ્રીલંકાના ગાયાન સેનાનાયક પણ છે.
સચિન તેન્ડુલકરે આ સમારોગ માટે તેના સૌથી મોટા ફેન સુધીરને અભિનંદન પણ આપ્યાં છે. પકિસ્તાનના ચાચા સૌથી અનુભવી ફેન છે, જેમણે તેમની પહેલી મેચ 1969માં લાહોરમાં ફેન તરીકે જોઇ હતી, તો જ બાંગ્લાદેશના શોએબ અલી છેલ્લાં નવ વર્ષોથી બંગ્લાદેશના આઇકોનિક ટાઇગરની જેમ પોતાને રંગી દરેક મેચમાં પોતાને રંગીને ટીમનો સપોર્ટ કરવા પહોંચી જાય છે. શ્રીલંકાના ગાયન પણ 17 વર્ષના હતા ત્યારથી 1996ના વર્લ્ડકપથી ટીમના ફેન તરીકે જાય છે.

આ બધા જ ફેન્સની સફર ખૂબજ મુશ્કેલ રહી છે. ક્યારેક કોઇની મદદથી તો ક્યારેક પોતાની બચતમાંથી દુનિયાના ખૂણે-ખૂણે પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચે છે. આવા જ ચાર દેશોના પાંચ ફેન્સને ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડ્સથી નવાજવામાં આવશે.
આ ઐતિહાસિક પળે ચાચા ક્રિકેટે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ 50 વર્ષ મારા જીવનનાં સૌથી સારાં વર્ષ રહ્યાં, જ્યાં મેં દરેક પરિસ્થિતિમાં ટીમને સપોર્ટ કર્યો. 300 કરતાં પણ વધારે મેચ અને બદલાતી પેઢી જોવાની અને તેમને ચિયર કરવાની તક મળી, જેનાથી દર વર્ષે મારો ઉત્સાહ વધતો રહ્યો, પરંતુ 50 વર્ષમાં પહેલી વાર મારા પેશનને જાળવી રાખવા બદલ મને અવોર્ડ મળવાનો છે. હું ખૂબજ ખુશ છું અને જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાની પહેલ શરૂ કરી તેમનો આભારી છું.”
તો, બાંગ્લાદેશના શોએબ અલીએ કહ્યું, “પહેલીવાર ફેન્સને સન્માનિત કરવાની પહેલ કરવામાં આવી છે અને પહેલા અવોર્ડથી સન્માનિત થવામાં મને ખુબજ ખુશી છે. મારા માટે આ લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ છે.”