GSTV
Home » News » Birthday Special : હતાશ થઇને જ્યારે સચિને લીધો ક્રિકેટ છોડવાનો નિર્ણય

Birthday Special : હતાશ થઇને જ્યારે સચિને લીધો ક્રિકેટ છોડવાનો નિર્ણય

દુનિયાના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર ગણાતા સચિન તેંડુલકરે બેટ્સમેન તરીકે અનેક રેકોર્ડ સર્જ્યા, જેને કદાચ જ કોઇ તોડી શક્યુ છે. સચિને પોતાની કારકિર્દીમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા અને અનેક સિદ્ધિઓ હાંસેલ કરી પરંતુ એક બાબત એવી છે જે તેઓ હાંસેલ કરી શક્યા નથી.

કેપ્ટન તરીકે ભારત માટે કંઇક સારુ કરવાનું તેમનુ સપનુ હતુ. તેંડુલકરે સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમવાના રેકોર્ડ સાથે ટેસ્ટમાં સૌથી વધુ 15,921 રન બનાવવાનો રેકોર્ડ સર્જ્યો હતો. ફક્ત ટેસ્ટ જ નહી પરંતુ વન ડે ક્રિકેટમાં પણ સચિને સૌથી વધુ 18,426 રન બનાવ્યા હતા. સૌથી વધુ 49 સદી અને 96 અડધી સદી પણ તેમના નામે જ છે. જો કે કેપ્ટન તરીકે તેમનો રેકોર્ડ કંઇ ખાસ નથી રહ્યો.

CRICKET.GSTV.IN

 

તેંડુલકરે પોતાની 24 વર્ષની કારકિર્દીમાં બે વાર ભારતીય ટીમના કેપ્ટન બન્યા પરંતુ તેમાં તે કંઇ ખાસ સફળ ન રહ્યા. એક સમય એવો હતો કે જ્યારે તેમણે કેપ્ટન્સી જ નહી પરંતુ ક્રિકેટ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.

સચિનને પહેવીલાર 1996માં કેપ્ટન બન્યા પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનના કારણે તેમણે 1997માં આ પદ છોડી દીધુ હતુ. તેમણે તેમની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વૅ’માં તેનો ઉલ્લેખ કર્યો છે કે 1997માં બારબાડોસ ટેસ્ટમાં કારમો પરાજય મળ્યા બાદ મે મારી જાતને 2 દિવસ સુધી હોટલના રૂમમાં કેદ કરી લીધી હતી. તેમણે જણાવ્યા અનુસાર કેપ્ટન તરીકે હું ટીમમાં સતત ખરાબ પ્રદર્શન માટે પોતાને જવાબદાર માનતા હતા. કારમા પરાજયના કારણે હું હતાશ હતો.

જો કે સચિનની કેપ્ટન્સીમાં ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવતા ટાઇટન કપ જીત્યો હતો. સચિનની કેપ્ટન્સીમાં ભારતે 73 મેચ રમી હતી જેમાં ફક્ત 23 મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઇ હતી હતી અને 6 મેચો અનિર્ણિત રહી હતી.

Related posts

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari

નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી, મુકેશ અંબાણીનું કરોડોનું રોકાણ ખતરામાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!