GSTV
Home » News » ફરી એક વાર જોવા મળશે સચિન તેંડુલકરની બેટિંગનો જલવો, બ્રાયન લારા વિરુદ્ધ રમશે મેચ

ફરી એક વાર જોવા મળશે સચિન તેંડુલકરની બેટિંગનો જલવો, બ્રાયન લારા વિરુદ્ધ રમશે મેચ

વિશ્વ ક્રિકેટના બે દિગ્ગજ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા એકવાર ફરી પોત-પોતાની ટીમ સાથે એક-બીજાને ટક્કર આપતા જોવા મળશે. 7મી માર્ચથી ભારતમાં T20 ટુર્નામેન્ટ “અકએકેડેમી સડક સુરક્ષા વર્લ્ડ સિરિઝ” શરૂ થશે, જેમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ સહિત 5 દેશોની ટીમો ભાગ લેશે. આ ક્રિકેટ મેચ વાનખેડે સ્ટેડિયમમાં ઈન્ડિયા લેજેન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝ લેજેન્ડ્સ વચ્ચે રમાશે. આયોજકો અનુસાર આ સિરીઝનો હેતુ રોડ અકસ્માત વિશે જાગરૂકતા ફેલાવવાનો છે.

ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચમાં આ ખેલાડીઓ લેશે ભાગ

  • ગુરૂવારે જારી સિરીઝના કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે. મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.
  • સિરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક મોટા ખેલાડી ભાગ લેશે.
  • સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ, બ્રેટ લીનો સમાવેશ થાય છે.
  • તો ટુર્નામેન્ટમાં બ્રો હોઝ, જોન્ટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન અને અજન્તા મેન્ડિસ પણ સામેલ છે.

આ સ્ટેડિયમોમાં રમાશે મેચ

  • આ સિરીઝની બે મેચ વાનખેડે સ્ટેડિયમ, ચાર મેચ પુણેમાં, ચાર મેચ નવી મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને ફાઇનલ 22 માર્ચે અહીં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
  • પુણેમાં ભારતીય ટીમની બે મેચ રમાશે. તેમાંથી એક મેચ 14 માર્ચે આફ્રિકા લેજન્ડ્સ અને બીજી મેચ 20 માર્ચે ઓસ્ટ્રેલિયા લેજન્ડ્સ વિરુદ્ધ હશે.
  • વાનખેડે અને ડીવાઇ પાટિલ સ્ટેડિયમમાં યજમાન ટીમ એક-એક મેચ રમશે. ઈન્ડિયા લેજન્ડ્સની આગેવાની સચિન કરશે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ સિરીઝના કમિશનર છે.

Read Also

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!