GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Birthday Special: વર્લ્ડ કપ 2003 માં આ બિમારી હોવા છતા મેદાનમાં ઉતર્યા હતા માસ્ટર બ્લાસ્ટર સચિન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર આજે એટલે કે, 24 એપ્રિલના રોજ 47 વર્ષના થઈ ગયા છે. સચિને વર્લ્ડ કપમાં ખૂબ રન મેળવ્યા હતા. પાકિસ્તાનની વિરુદ્ધ તેમની 98 રનની ધમાકેદાર પાળીમાં ચર્ચામાં રહ્યા હતા. તેઓ જાંઘમાં દર્દના કારણે પણ ક્રીઝ પર મજબૂતીથી લડી રહ્યા છે, પરંતુ ઓછા લોકોને જ ખબર છે કે, તેઓ વર્લ્ડ કપમાં સચિને ગંભીર રૂપથી ડાયરિયાથી પીડિત હોવા છતા શ્રીલંકની વિરુદ્ધ મેચમાં મેદાનમાં ઉતરીને પોતાનુ સ્વાસ્થ્ય જોખમમાં નાખ્યુ છે.

સચિન ડાયરિયાથી ઝઝૂમી રહ્યા હતા

પાકિસ્તાન અને બાદમા શ્રીલંકા વિરુદ્ધની મેચ દરમિયાન આ ભારતીય બેટ્સમેનને જે પરેશાની ઝેલવી પડી છે. તેમના વિશે ઓછા લોકોને જાણ થઈ છે. શ્રીલંકાની વિરુદ્ધ મેચ દરમિયાન સચિન ડાયરિયાથી ઝઝૂમી રહ્યા હતા અને તેની સામે લડવા માટે તેમને અંડરવિયરમાં ટિશૂ પેપરનો વપરાશ કરવો પડ્યો હતો.

વર્લ્ડ કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ

સચિને શ્રીલંકાની વિરુદ્ધ મેચમાં 97 રન બનાવ્યા હતા, જેથી ભારતીય ટીમે 183 રનથી જીત્યુ હતુ. આ વર્લ્ડ કપમાં તેંદુલકરે 673 રન બનાવ્યા હતા, જે કોઈપણ ખેલાડીના એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ છે. આ દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકાની વિરુદ્ધ તેમણે પોતાના શરીરને જોખમમાં નાખવુ પડ્યુ હતુ.

હું સારી રીતે ઊભો પણ થઈ શકતો ન હતો

ખુદ સચિને ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાનની વિરુદ્ધ તેઓ મારા કરિયરની એકમાત્ર એવી મેચ હતી, જેમાં મે રનર લીધુ હતુ. આ વર્લ્ડ કપની મેચ હતી અને હું સારી રીતે ઊભો પણ થઈ શકતો ન હતો. એવુ લાગ્યુ કે, કોઈએ મારામાં 500 કિલોગ્રામ વજન બાંધી દીધો છે. તમે અમારા તત્કાલીન ફિજિયો એન્ડ્રયૂ લીપસને આ વિશે પૂછી શકો છે.

હું મેદાન પર પડી ગયો અને ઉઠવાની કોશિશ કરી

સચિને કહ્યુ કે, મારા શરીરમાં ખૂબ જ દર્દી હતો અને રન લેવા માટે દોડી રહ્યા હતો. જે સહી ન હતુ. હું મેદાન પર પડી ગયો અને ઉઠવાની કોશિશ કરી હતી, પરંતુ મને લાગ્યું કે ખેંચાણને કારણે શરીરને ઘણું નુકસાન થશે. તેંદુલકરે કહ્યુ કે, શ્રીલંકાની વિરુદ્ધ મેચ પહેલા ઊભરવા માટે જરૂરિયાતથી વધારે મીઠાનુ પાણી પીવાની ઉલ્ટી અસર થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે, મારા પેટમાં સમસ્યા હતા, પરંતુ આગામી મેચમાં ખેંચાણથી બચવા માંગતો હતો. તેથી જરૂરિયાતથી વધારે મીઠાના પાણીનુ લઈ રહ્યો હતો. એ એટલુ વધારે થઈ ગયુ કે, મને ડાયરિયાની સમસ્યા થઈ ગઈ હતી.

તમારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે

સચિનને પૂછવામાં આવ્યુ કે, આવી શારીરિક સ્થિતિ બાદ પણ તેમણે મેદાનમાં ઉતરવાનો નિર્યણ કર્યો તો આ પૂર્વ દિગ્ગજે કહ્યુ કે, જ્યારે તમે આ સ્તર પર રમો છો, ત્યારે તમારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તમારે ત્યાં જવુ પડે છે અને રમવુ પણ પડે છે. પછી ભલે ત્યાં હુ ઊભો રહુ કે, બેટિંગ કરૂ કે નહી. સચિને તેદુંલકરે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2003 માં શ્રીલંકાની વિરુદ્ધ મેચ દરમિયાન તેઓ અંડકવિયરમાં ટિશૂ પેપર પહેરીને રમ્યા હતા. સચિનના મત પ્રમાણે, આ મેચમાં તેમણે લગભગ 3 કલાક સુધી બેટિંગ કરી હતી. શ્રીલંકાની વિરુદ્ધ જોહાનિસબર્ગમાં રમવામા આવેલ આ મેચમાં સચિને 97 રન બનાવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં આજથી BRTS સેવાની પણ શરૂઆત, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!