GSTV
Gujarat Government Advertisement

નવાજૂનીના એંધાણ/ જિતિન પ્રસાદ બાદ કોંગ્રેસ માટે ટેન્શન બની પાયલોટની નારાજગી, 8 ધારાસભ્યોની બોલાવી બેઠક

Last Updated on June 10, 2021 by Zainul Ansari

કોંગ્રેસની યુવા બ્રિગેડમાંથી જ્યોતિરાદિત્ય બાદ યુપીના નેતા જિતિન પ્રસાદની પણ પાર્ટીમાંથી વિદાય થઈ ચુકી છે ત્યારે હવે રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ પણ કોંગ્રેસ છોડશે તેવી અટકળો તેજ બની છે.

સચિન પાયલોટે આજે પોતાના ઘરે આઠ ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક યોજવા પાછળનું કારણ તો બહાર આવ્યું નથી પણ એવું મનાઈ રહ્યુ છે કે, પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ કોંગ્રેસના હાઈકમાન્ડથી નારાજ છે અને આ બેઠકમાં કદાચ આ બાબતની જ ચર્ચા થઈ હશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે સચિન પાયલોટને મનમેળ નથી તે તો જગજાહેર છે. દસ મહિના પહેલા પણ પાયલોટે કોંગ્રેસ છોડવાની તૈયારી કરી હતી. જોકે ભારે સમજાવટ બાદ સચિન પાયલોટે પોતાનો નિર્ણય બદલ્યો હતો. જોકે તે વખતે તેમણે ઉઠાવેલા મુદ્દાઓ પર પાર્ટીની કેન્દ્રિય સમિતિએ કોઈ જાતની કાર્યવાહી નહીં કરી હોવાથી પાયલોટ નારાજ છે.

ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકારમાં મંત્રીમંડળમાં પણ કોઈ બદલાવ નહીં થયા હોવાથી સચિન પાયલોટના જૂથના ધારાસભ્યો નારાજ છે. તાજેતરમાં જ પાયલોટ સમર્થક કોંગ્રેસના નેતા હેમારામ ચૌધરીએ સરકાર સામે નારાજગી જાહેર કરીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

સચિન પાયલોટને લાગી રહ્યું છે કે, કોંગ્રેસમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે. દરમિયાન ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે કોંગ્રેસમાં વધી રહેલા અસંતોષ પર એક નિવેદન આપ્યું હતું. જેના પર સચિન પાયલોટે જવાબ આપ્યો હતો કે, તમે તમારી પાર્ટીના આંતરિક જૂથવાદ પર ધ્યાન આપો. જેના જવાબમાં ભાજપના નેતાએ કહ્યું હતું કે, આખરે દિલમાં રહેલું દર્દ બહાર આવી જ ગયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, જાણો કયા પ્લેયરોને સ્થાન મળ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!