GSTV
India News Trending

સચિન પાઈલટને નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રી નહીં બનાવાયઃ રાહુલ ગાંધીએ આપ્યા સંકેત

સચિન

સચિન પાઈલટને જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવી અટકળ સેવાઈ રહી હતી, હાલ આ અટકળ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રાહુલ ગાંધીએ સંકેત આપી દીધા છે કે નજીકના ભવિષ્યમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ ગઈકાલે ઓલ ઇંડિયા કૉન્ગ્રેસ કમિટિની બેઠકમાં સાંસદો અને ધારાસભ્યોને સંબોધન કર્યું હતું.

સચિન

તેમણે કહ્યું કે ઈડીના અધિકારીઓએ મને પૂછયું કે તમે અમારા સવાલોના જવાબ ખૂબ શાંતિથી આપ્યા, તમારામાં આટલી ધીરજ ક્યાંથી આવી? એક ચેર પર સતત 11 કલાક બેસવા છતાં તમે થાક્યા નહીં, તેનું કારણ શું?

રાહુલ ગાંધીએ ઈડીના અધિકારીઓને જવાબ આપ્યો કે હું વિપશ્યના કરું છું એટલે મને થાક લાગતો નથી. જો કે મારી ધીરજનું રહસ્ય હું તમને જણાવીશ નહીં. તેમણે ધારાસભ્યો અને સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે હું સાલ 2004થી કૉન્ગ્રેસમાં કામ કરી રહ્યો છું. કૉન્ગ્રેસમાં કામ કરતાં નેતાઓમાં ધીરજ ન હોય તો બીજું શું હોય? મારી બાજુમાં સચિન પાઈલટ બેઠા છે, સિદ્ધારામૈયા બેઠા છે, સૂરજેવાલા બેઠા છે, આ બધામાં ધીરજ રહેલી છે. કૉન્ગ્રેસ પાર્ટી આપણને થાકવા દેતી નથી અને ધીરજ રાખતાં શીખવે છે.

સચિન

સચિન પાઈલટનું નામ લઈને રાહુલે સંકેત આપી દીધો કે નજીકના ભવિષ્યમાં તેમને સી.એમ. બનાવવાની કોઈ શક્યતા નથી, તેમણે હજુ ધીરજ રાખવાની છે. કૉન્ગ્રેસ હાઈકમાન્ડની ગણતરી એવી હતી કે રાજ્ય સભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મળવાપાત્ર ત્રણમાંથી માત્ર બે જ બેઠક મળશે તો તે ઘટનાને મુદ્દો બનાવીને અશોક ગેહલોતને હટાવી દેવામાં આવશે, પરંતુ ગેહલોતે ભાજપની તમામ ચાલબાજીને નિષ્ફળ બનાવી રાજ્યસભાની ત્રણે-ત્રણ બેઠકો જીતી બતાવી છે આથી કૉન્ગ્રેસ હાઈકમાન્ડના હાથ બંધાઈ ગયા છે. તે હાલ અશોક ગેહલોત સામે કોઈ પગલાં લઈ શકે તેમ નથી.

Read Also

Related posts

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu
GSTV