રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા દ્વારા સચિન પાયલટને મનાવવાનો આખરી પ્રયાસ કરવા માટે આવ્યોછે. સચિન પાયલટના બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. ત્યારે હવે સચિન પાયલોટને મનાવવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાને પડ્યું છે.

પાયલટે માંગ્યું નાણા અને ગૃહ વિભાગની સાથે પ્રદેશ અધ્યક્ષ પદ
મળતી માહિતી મુજબ, સચિન પાઇલટે સમાધાન માટેની ફોર્મ્યુલા આગળ કરી છે, સચિન પાયલટનો સંદેશ લઈને કોંગ્રેસી નેતા જયપુર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સચિન પાયલટે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયની માંગ કરી છે. સચિન પાયલટની માંગો લઈને કેન્દ્રીય નેતૃત્વ તરફથી રાજીવ સાટવ જયપુર આવી રહ્યા છે.
ઘટનાક્રમ પર કેન્દ્રીય નેતાઓની નજર
તો સાથે જ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનની સમગ્ર ઘટનાક્રમ પર કેન્દ્રીય નેતાઓ રાહુલ ગાંધી ચિદમ્બરમ પ્રિયંકા ગાંધી સહીત નેતાઓ નજર રાખી રહ્યા છે.
પાછા લગાવાયા સચિન પાયલોટના પોસ્ટર્સ
તો સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ખટરાગને પગલે અને સચિન પાયલટની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત જણાતા જયપુર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સચિન પાયલટના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ, કેન્દ્રીય નેતાઓની સમજાવટને કારણે આખરે હવે સચિન પાયલટના હટાવી દેવામાં આવેલા પોસ્ટર્સ ફરી પાછા લગાવવામાં આવી રહ્યા છે.
અશોક ગેહલોતે કર્યું શક્તિ પ્રદર્શન
તો બીજી બાજુ જયપુર ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા અને મીડિયાની હાજરીમાં ધારાસભ્યોની સંખ્યા દર્શાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, મુખ્યમંત્રી અશોક ગેહલોતને 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત ચર્ચાઈ રહી હતી. તે દરમ્યાન ગેહલોતે મીડિયા સમક્ષ વિક્ટરી સાઈન દર્શાવી હતી.

પાયલટ પાસે 25 અને ગેહલોત પાસે 102 વિધાયકોનું સમર્થન
રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટએ દાવો કર્યો છે કે તેમની સાથે 25 ધારાસભ્યો છે. સચિન પાયલટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જયપુર બેઠકમાં ભાગ નહિ લેવાના તો બીજી બાજુ અશોક ગેહલોતે પણ દાવો કર્યો છે કે તેમની પાસે 102 વિધાયકોનું સમર્થન છે.
રાજસ્થાનમાં સરકાર સ્થિર
રાજસ્થાનમાં સરકાર સ્થિર હોવાનું જણાવતા સુરજેવાલાએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સ્થિર છે અને પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, સાથે જ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ સરકાર ઉથલાવી દેવાની ભાજપની કોઈ રણનીતિ સફળ નહિ થાય.
વૈચારિક મતભેદના લીધે સરકારને નબળી પાડવી અયોગ્ય
રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું છે કે કયારેક ક્યારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે. પરંતુ, તેને લઈને પોતાની જ સરકારને નબળી કરવી યોગ્ય નથી, જો કોઈ મતભેદ છે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે તેનું સમાધાન કરીશું, વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી એ યોગ્ય નથી. કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો કે ભાજપ તરફથી દરેક વખતે તાપસ એજન્સીઓને આગળ કરવામાં આવે છે. આજે સવારે જ કોંગ્રેસના સાથીઓ પર આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો,
MUST READ:
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન
- દિલ્હી હિંસા બાદ ખેડૂત નેતાઓ બેકફૂટ પર: આ નેતાએ માફી માગતા કહ્યું, અમે શર્મસાર, 30મીએ રાખીશું ઉપવાસ
- NCC કાર્યક્રમમાં જોવા મળ્યો યુવાનોનો જોશ, પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર