GSTV
Gujarat Government Advertisement

પાયલોટને અઢી વર્ષ પછી ગાદીનું વચન, ભાજપની સરકાર ઉથલાવાની મનમાં રહી ગઈ

Last Updated on August 12, 2020 by Mansi Patel

રાહુલ-પ્રિયંકા ગાંધીએ સચિન પાયલોટને મનાવી લેતાં રાજસ્થાનમાં કોંગ્રેસના બળવાનો સુખાંત આવી ગયો. પાયલોટે સોમવારે સાંજે જ સમાધાનની જાહેરાત કરી દીધી હતી. રાહુલે સચિનને કઈ રીતે મનાવ્યા તેની અટકળો ચાલી રહી છે ત્યારે પાયલોટ જૂથનો દાવો છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ પાયલોટ અને ગેહલોત વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ વહેંચવા તૈયાર થયું પછી પાયલોટ માન્યા છે.

ગેહલોતનાં અઢી વર્ષ મે, ૨૦૨૧માં પૂરાં થાય ત્યારે પાયલોટને મુખ્યમંત્રીપદ અપાશે અને ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ પાયલોટના નેતૃત્વમાં જ લડશે એવો તેમનો દાવો છે.

ગેહલોતે મંગળવારે આપેલા નિવેદનના કારણે આ અટકળોને વેગ મળ્યો છે. ગેહલોતને સવાલ કરાયો હતો કે, તમે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવશો ? ગેહલોતે જવાબમાં એવું કહ્યું કે, રાજસ્થાનમાં પાંચ વર્ષ સુધી કોંગ્રેસની જ સરકાર રહેશે. 

ગેહલોતે એમ પણ કહ્યું કે, પોતે જીવશે ત્યાં સુધી ધારાસભ્યોના વાલી બનીને કામ કરશે. ગેહલોતની વાતોનો એવો અર્થ કઢાઈ રહ્યો છે કે, તેમને ગાદી છોડવા માટે મનાવી લેવાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!