GSTV
India News Trending

રાજસ્થાનનું રાજકારણ/ પાયલટ દિલ્હી જવા રવાના, જયપુરમાં ગેહલોત જૂથના નેતાઓ સાથે કરી મીટિંગ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ટાણે ગેહલોતનું નામ ચર્ચામાં રહ્યા પછીથી રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ જોવા મળ્યું છે. રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વચ્ચે સચિન પાયલટ દિલ્હીથી જયપુર જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ તે હવે દશેરા પછી જ જયપુર પરત ફરશે. દિલ્હી જતા પહેલા સચિન પાયલટે જયપુરમાં પ્રતાપ સિંહ ખાચરીયાવાસ અને રાજેન્દ્ર ગુઢા સહિત ઘણા નેતાઓને મળ્યા હતા.

હકિકતમાં પ્રતાપ સિંહ ખાચરીયાવાસ અશોક ગેહલોતના કેમ્પના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પાયલોટની ખાચરીયાવાસીઓ સાથેની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જો કે રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ સચિન પાયલટ વતી જવાબદારી સંભાળી છે. રાજેન્દ્ર ગુઢાએ નામ લીધા વગર મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના સમર્થક ધારાસભ્યો પર પ્રહાર કર્યા હતા. રાજેન્દ્ર ગુઢાએ આરોપ લગાવ્યો હતો કે સચિન પાયલટને બધાએ મહાભારતના અભિમન્યુની જેમ કપટથી ઘેરી લીધો છે. આ સાથે તેણે સચિન પાયલટના ખૂબજ વખાણ પણ કર્યા હતા

રાજસ્થાન સરકારના મંત્રીએ કહ્યું હતું કે આ માણસ (સચિન પાયલટ) એટલો સારો છે કે અમે તેની સાથે છીએ. તેણે એમ પણ કહ્યું કે છેતરપિંડી કરનારાઓ તરફથી સચિન પાયલટને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેઓ માન્યા નહોતા. તેમણે અમારું સાંભળ્યું નહીં. રાજેન્દ્ર ગુઢાએ ગેહલોત તરફી ધારાસભ્યો પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે દિલ્હીથી નિરીક્ષકો આવ્યા ત્યારે એમણે તો હાઈકમાન્ડ સામે બગાવત કરી દીધી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ સ્ટાર પચારકો કરશે પ્રચાર પ્રસાર

GSTV Web Desk

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk
GSTV