GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સૌથી મોટા સમાચાર, સચિન પાયલોટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે, જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા-સૂત્ર

રાજસ્થાનમાં સરકાર તોડવાના ષડયંત્ર અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની વચ્ચે રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે, ત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ હવે ખુલ્લીને સામે આવી ગયા છે. તેમણે રાજસ્થાનની ગેહલોત સરકાર સામે વિદ્રોહ કર્યો છે. પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે દિલ્હી પહોંચેલા સચિન પાયલટે દાવો કર્યો છે કે, તેની સાથે કોંગ્રેસના 30 ધારાસભ્ય અને અમુક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. તેઓ દરેક નિર્ણયમાં સચિન પાયલટની સાથે છે.

સૂત્ર-સચિન પાયલોટ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ જોઈન કરી શકે છે

સચિન પાયલટ જૂથનો દાવો છે કે, રાજસ્થાનની ગેહલોત સરકાર હવે લઘુમતીમાં આવી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સચિન પાયલટ સહિત આશરે 27 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. રાજકીય સંકટ વચ્ચે સચિન પાયલટે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી છે. આ બંને નેતા દિલ્હીમાં મળ્યા હતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવાસ સ્થાને આ બેઠક આશરે 40 મિનિટ સુધી ચાલી હતી. સંભાવના દર્શાવાઇ છે કે સચિન પાયલટ સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં સામેલ થઇ શકે છે.

રાજસ્થાનમાં બેઠકોનો દૌર, પણ સચિન પાયલોટ ગાયબ

રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળ વધુ ઘેરાયા છે ત્યારે દિવસ દરમિયાન જયપુરમાં કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના મામલે એસઓજી તરફથી પૂછપરછ માટે બોલાવાયા બાદ નારાજ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. ત્યારે જયપુરમાં અશોક ગેહલોતે ધારાસભ્યો અને પ્રધાનો સાથે બેઠક યોજી હતી.

કોંગ્રેસે વ્હિપ બહાર પાડ્યું

આ બેઠકમાં ગેહલોતે 100થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસે સોમવારે સવારે સાડા દસ વાગ્યે સીએમ ગેહલોતના નિવાસ સ્થાને રાજ્યની ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાર્ટી સૂત્રો મુજબ સચિન પાયલોટ આ બેઠકમાં હાજર નહીં રહે. આ બેઠકમાં હાજર રહેવા માટે કોંગ્રેસ વ્હીપ બહાર પાડશે અને જે ધારાસભ્ય બેઠકમાં હાજર નહીં રહે તેની સામે કાર્યવાહી કરવામાં આવળે. તો બીજી તરફ કોંગ્રેસી નેતાઓનો દાવો છે કે, ગેહલોત સરકારને કોઈ ખતરો નથી.

READ ALSO

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!