GSTV

સચીન, સેહવાગ સહિત આ ખેલાડીઓએ પણ કર્યો યોગ, વીડિયો અને ફોટોશેર કરી ફેન્સને આપી આ સલાહ

Last Updated on June 22, 2020 by Ankita Trada

રવિવારે ઇન્ટરનેશનલ યોગ દિવસ હતો જે નિમિત્તે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ, ઓફસ્પિનર હરભજન સિંઘ અને આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે યોગ કરીને વિશ્વભરમાં યોગના અને ફિટનેસના મહત્વનો સંદેશ પહોંચાડ્યો હતો. આ બધા ખેલાડીઓએ ફેન્સ અને જનતાને જીવનમાં હંમેશા ફિટ રહેવાની પણ સલાહ આપી છે.

સચિન તેંડુલકરે તેના પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે યોગ કરતો હોય તેવો ફોટો પોસ્ટ કર્યો છે. તેમાં તેણે એમ પણ લખ્યું છે કે એકસાથે યોગ કરીને ફાધર્સ ડે પણ મનાવી રહ્યા છીએ.

પીવી સિંધૂએ લખ્યું છે કે યોગ તો અજ્ઞાત સમયથી આપણી સાથે છે અને સૌથી પ્રભાવશાળી આરોગ્ય પ્રથા પૈકીનું એક છે. એક સ્વસ્થ જીવનનો પ્રારંભ કરીએ અને આ આનંદનો સંકલ્પ કરીએ.

ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે યોગ કરતો વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે થોડો સમય લાગશે પરંતુ યોગા સે હી હોગા.

હરભજનસિંઘે તેની પત્ની ગીતા બસરા અને પુત્રી હિનાયા હિર સાથે મળીને યોગ કરતો ફોટો શેર કર્યો છે. આ વીડિયો ગીતાએ શેર કર્યો છે અને લખ્યું છે કે યોગ જ જીવન છે.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!