GSTV

સચિન તેંડુલકર વીરેન્દ્ર સેહવાગને બીરબલ કહેતો હતો, વીરુ પણ ચાર વર્ષ સુધી માસ્ટર બ્લાસ્ટરને કોઈ ખાસ વસ્તુ માટે ચીડવતો હતો

સચિન તેંડુલકર મેદાન પર જેટલો નમ્ર હતો, ડ્રેસિંગ રૂમમાં તેની વર્તણૂક મેદાન પરની વર્તણૂકથી સંપૂર્ણ વિરુદ્ધની હતી. જુનિયર ખેલાડીઓ સાથે તે ખૂબ મજાક કરતો હતો. તમામ જુનિયર ખેલાડીઓ તેનો ખૂબ જ આદર કરતા હતા. જોકે, તેમાંના એક કે બે એવા હતા કે જેઓ સચિનની અત્યંત મજાક ઉડાવતા હતા.

આવો  જ એક ખેલાડી એટલે વીરેન્દ્ર સહેવાગ છે. વીરેન્દ્ર સેહવાગે એક શોમાં  ખુલાસો કર્યો હતો કે સચિન તેંડુલકર તેને બિરબલ કહેતો હતો. શો દરમિયાન સેહવાગે એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે જેને લઈને તે સચિનને ચાર વર્ષ સુધી ચીઢવતો હતો. શોમાં સેહવાગ સાથે ઇરફાન પઠાણ અને રૂદ્ર પ્રતાપ સિંઘ (આરપી સિંઘ) પણ હાજર હતા.

શો દરમિયાન ઇરફાન પઠાણે હોસ્ટને કહ્યું કે તમને વિરુ પાજીના ફંડા આમ જ મળતા રહેશે. તેમનું એક વિશેષ નામ પણ હતું, જેનાથી સચિન પાજી તેમને બોલાવતા હતા. સચિન પાજી વીરુને બિરબલના નામથી બોલાવતા હતા.

તે સમયે એન્કરે ડ્રેસિંગ રૂમમાં વ્યવહારને લઈને સચિન તેંડુલકર વિશે પૂછ્યું હતું. તેણે પૂછ્યું હતું કે સચિન તેંડુલકર ડ્રેસિંગ રૂમમાં ખૂબ મજાક કરતા હતા. ત્યારે સેહવાગે કહ્યું કે એક વાત જરૂર હતી કે અમારી પાસે તેમના કરતા પહેલા પ્રથમ કપનો મેડલ આવી ગયો હતો. કારણકે તે 2007 ટી20 વર્લ્ડ કપમાં રમ્યા ન હતા. આ વાત પર મેં તેમને 2011ના વર્લ્ડ કપ સુધી ચીઢવ્યા હતા કે પાજી આમારી પાસે વર્લ્ડ કપનો મેડલ છે જે તમારી પાસે નથી. જોકે 2011નો વર્લ્ડકપ જીત્યા બાદ તેમની પાસે પણ મેડલ આવી ગયો હતો.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!