GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સચીન પાયલોટને પ્રમુખ પદેથી ગડગડીયું આપ્યા બાદ નારાજ 59 કાર્યકરો રાજીનામાં આપ્યા

રાજસ્થાનમાં કોંગ્રેસના સચીન પાયલોટ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી હતી. પ્રદેશ પ્રમુખ થઈને ભાજપની મદદથી ધારાસભ્યોને રૂ.25 કરોડમાં ખરીદીને સરકાર તોડવા પાયલોટ નિકળ્યા હતા. બુધવારે કોંગ્રેસના 59 અધિકારીઓએ સાથે મળીને રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાં તેમના સમર્થકો સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાથી ખૂબ નારાજ છે. જિલ્લા અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસ આ બધા કાર્યકરોના રાજીનામાં સ્વિકારી લેશે. કારણ કે પ્રદેશ પ્રમુખ સચિવ પોતે જ્યારે શિસ્તભંગ કરતાં હોય ત્યારે તેમની સામે આકરાં પગલાં લેવા જોઈએ એવું કોંગ્રેસના આ 59 લોકો સિવાય તમામ માને છે.

બુધવારે ટોંકમાં 59 કોંગ્રેસ અધિકારીઓએ રાજીનામું આપ્યું હતું અને સચિન પાયલોટ સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પાલી જિલ્લા પ્રમુખ ચૂન્નીલાલ ચડવાસ પણ સચિન પાયલોટ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં રાજીનામું આપી ચૂક્યા છે.

કોંગ્રેસે રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ અને અન્ય 18 ધારાસભ્યોને તાજેતરની વિધાનસભા પક્ષની બેઠકોમાં ગેરહાજર રહેવા બદલ વિધાનસભાના સભ્યપદથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જો કે, કોંગ્રેસ દ્વારા ફરીથી કહેવામાં આવ્યું હતું કે પાઇલટ અને અન્ય બળવાખોર ધારાસભ્યો માટે દરવાજા બંધ કરાયા નથી.

રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીએ પુષ્ટિ આપી છે કે કોંગ્રેસની ફરિયાદ પર બુધવારે 19 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી હતી. આ ધારાસભ્યોએ શુક્રવાર સુધીમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.

Related posts

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

મધ્ય જાપાનમાં કોરોનાનો કેસો વધતાં કટોકટીની ઘોષણા, લોકોને ઘરની અંદર રહેવા જ આદેશ કરાયો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!