GSTV

રાજકારણ/ રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય કે છત્તીસગઢમાં : 9 વર્ષની માસૂમ સાથે અત્યાચાર

રેપ

Last Updated on August 4, 2021 by Damini Patel

દિલ્હીના નાંગલ ગામમાં નવ વર્ષની માસૂમ બાળકી સાથે કથિત રેપ અને બાદમાં તેની હત્યાની ઘટના પર રાજનીતિ ગરમાવા માંડી છે. પીડિત પરિવાર સાથે રાજકીય નેતાઓ મુલાકાત કરી રહ્યા છે ત્યારે ભાજપે કોંગ્રેસ પર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દલિત બાળકીના પરિવારને મળવા માટે ગયા હતા. હવે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલ પૂછ્યો છે કે, કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં દલિત દીકરીઓ પરના અત્યાચાર પર કેમ રાહુલ ગાંધી ચૂપ થઈ જાય છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ મૃત બાળકીના માતા પિતાની ઓળખ જાહેર કરીને કાયદાનુ પણ ઉલ્લંઘન કર્યુ છે અને તેના માટે તેમની પર કાર્યવાહી કરવા માટે બાળ અધિકાર સંરક્ષણ આયોગને અપીલ પણ કરી છે.

તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી કહે છે કે દલિતની દીકરી પણ હિન્દુસ્તાનની દીકરી છે તો સવાલ એ છે કે, રાજસ્થાનમાં દલિતની દીકરી હિન્દુસ્તાનની દીકરી કહેવાય કે નહી, પંજાબના હોશિયારપુરમાં ટાડા ગામની દલિતની પુત્રી હિન્દુસ્તાનની દીકરી કહેવાય કે નહી? શું આપણે હવે દલિતો માટે કોના રાજ્યમાં કોની સરકાર છે તે જોઈને અવાજ ઉઠાવીશું?

રેપ તો રેપ જ હોય છે

પાત્રાએ કહ્યુ હતુ કે, કોઈ રાજ્યમાં રેપની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરવી અને બીજા રાજ્યોમાં રેપની ઘટના પર ચૂપ રહેવુ અને તે પણ કયા રાજ્યમાં કોની સરકાર છે તે જોઈને. તો તે પ્રકારનુ વલણ પણ જઘન્ય અપરાધ છે. રેપ તો રેપ જ હોય છે એ પછી દિલ્હીમાં હોય, રાજસ્થાનમાં હોય, છત્તીસગઢમાં હોય.

ભાજપે કહ્યુ હતુ કે, રેપના મામલામાં રાજસ્થાન ટોપ પર છે. છ મહિનામાં રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં 30 ટકાનો વધારો થયો છે અને ગહેલોટ સરકારે વિધાનસભામાં કહ્યુ હતુ કે, દલિત મહિલાઓ રેપના ખોટા કેસ કરે છે એટલે રેપના આંકડા વધી ગયા છે.

Read Also

Related posts

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

સ્પેસમાં 90 દિવસ રહ્યા પછી ત્રણ ચાઈનીઝ અંતરીક્ષ યાત્રી પૃથ્વી પર પરત ફર્યા, સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!