GSTV
ANDAR NI VAT

સબકા સાથ, સબકા વિકાસ ગાંધીવાદના વિચાર પર આધારિતઃ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દાવો કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસનું દર્શન ગાંધીવાદી વિચાર પર આધારિત છે અને દરેક પ્રકારની રાજનીતિથી ઉપર છે.

દિલ્હીમાં હરિજન સેવક સંઘની સ્થાપનાને 90 વર્ષ પૂરા થયા છે. આ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં જગદીપ ધનખડ પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, કાયદા સામે બધા સમાન છે. કાયદો કોણ શક્તિશાળી છે અને કોનો ઇતિહાસ શું છે તે જોતો નથી.

દેશની દરેક વ્યક્તિને કાયદો લાગુ પડે છે. કોવિડ-19 ફેલાયો ત્યારે ગાંધીવાદના સિદ્ધાંતના આધારે જ 90 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું. કોઈ પણ દેશ માટે આ અકલ્પનીય છે.

કરોડો દેશવાસીઓને કોરોનાના બે ડોઝ મળ્યા તેનાથી ગાંધીજીનો આત્મા સંતુષ્ટ થયો હશે. 18 કરોડ લોકોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા. પહેલા જે લોકો બેંકે જતા ડરતા હતા. તેમના ઘરે જઈને તેમનું બેન્ક અકાઉન્ટ ખોલવામાં આવ્યું.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં ચાલતી લોંગ માર્ચ શું ઇમરાન ખાનનું છેલ્લું પત્તુ છે? સેના ચીફ બદલાતા લઈ રહ્યા છે તકનો લાભ

HARSHAD PATEL

રાજસ્થાનનું રાજકારણ/ શું અશોક ગેહલોતને પોતાનો જાદુ ઓસરાઈ રહ્યાના આવી ગયા છે અણસાર, આ છે સમગ્ર વિવાદ

HARSHAD PATEL

શ્રદ્ધા, આરાધના, આયુષી / આ ત્રણેય હત્યામાં એક બાબત સમાન છે, જે ઘણા પ્રશ્નો સર્જે છે, જાણો

Akib Chhipa
GSTV