અમદાવાદના રિવરફ્રન્ટ પરથી પરિણીતાએ પોતાના 5 મહિના દીકરા સાથે મોતને વ્હાલું કર્યું છે. ગૃહ કંકાસથી કંટાળી પરિણીતાએ આત્મહત્યા કરતા પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષપ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા મનીષા મારુએ પોતાના 5 માસના માસૂમ પુત્ર ધ્રુવ સાથે જીવન ટૂંકાવ્યું. 16 તારીખના રોજ બપોરના સમયે ગૃહ ક્લેશથી ત્રસ્ત થઈને મનિષાએ પોતાના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યું.. જ્યાં ફાયર વિભાગે માતા પુત્રના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી. જે અંગે પરિણીતાના ભાઈએ પરિણીતાના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

2021ના વર્ષમાં સૌથી વધુ આપઘાત
અમદાવાદમા આપઘાતના કેસો વધ્યા છે. 2021ના વર્ષમા રિવરફ્ન્ટ સ્યુસાઈડ પોઈન્ટ બન્યો છે. છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત 2021ના વર્ષે નોંધાયા છે. ત્યારે પોલીસે આપઘાતનુ પ્રમાણ અટકાવવાનુ મિશન શરૂ કર્યુ છે. ચાર વર્ષમાં આપઘાતના જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ગંભીર છે. વર્ષ 2018માં 116 મોત, 2019માં 88 લોકોના મોત, 2020માં 98 અને 2021માં 132 લોકોના મોત થયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં