અમદાવાદ કોર્પોરેશન સાબરમતીને સ્વચ્છ રાખવાની વાત કરી રહ્યું છે. પરંતુ હકીકત એ છે કે નદીમાં આજે પણ કેમીકલવાળા પાણી આવી રહ્યા છે. તંત્ર આ અંગે કડક કાર્યવાહી ન કરતું હોવાથી નદીમાં બિન્દાસ કેમિકલવાળું પાણી છોડી નદીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદી છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદુષિત બની છે. સાબરમતીને શુ્ધ્ધ કરવા તત્કાલિન કમિશ્નર મહાપાત્રાએ પ્રયાસ કર્યા હતા પરંતુ તે સફળ થયા નહીં. ત્યારબાદ કમિશનર વિજય નહેરાના શાસનમાં સાબરમતી સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. આ અભિયાનમાં મોટા પાયે સફાઈ કરવામાં આવી નેતાઓ અને કોર્પોરેટરો એ ફોટા પડાવ્યા તત્કાલીન કમિશનર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નદીમાં ક્યાંય પણ ગંદુ પાણી આવશે નહીં.
આ સમસ્યાનો અંત આવે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે
નદીમાં આવતું પાણી શુદ્ધ થાય તે માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા. તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી. પરંતુ હકીકત કંઇક અલગ છે. તંત્રના ભ્રષ્ટાચારને કારણે નદીમાં કેમિકલવાળુ પાણી છોડવામા આવી રહ્યુ છે. ગ્યાસપુર વિસ્તારમા પસાર થતી નદીમાં મોટા પાયે કેમીકલવાળુ પાણી આવી રહ્યુ છે. ફેક્ટરીઓ અને કારખાના દ્વારા કેમિકલવાળા પાણી નદીમાં નાખવામાં આવ્યા. જાણે કોઈનો ડર ના હોય તેમ પાણી છોડવામાં આવી રહ્યા છે. આવા પાણીને કારણે ગામના લોકો અવારનવાર બીમારીનો ભોગ બને છે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આ પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો નથી આ સમસ્યાનો અંત આવે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.

સળગતા સવાલો
- શું અધિકારીઓની મીલિભગતથી આ કૃત્ય થઇ રહ્યું છે ?
- તંત્ર આ અંગે પગલા ભરશે ખરું ?
- શા માટે તાત્કાલીક અસરથી પ્રદૂષિત પાણી બંધ નથી કરાતું ?
નદીમાં આવતું કેમિકલનું પાણી કેટલુ ખતરનાક હશે તેનો ખ્યાલ તેમાંથી આવતી દુર્ગંધ થી આવે છે. એક મીનીટ પણ ઉભા ન રહી શકાય તેવા દુર્ગંધ વાળુ પાણી નદીમાં વહી રહ્યુ છે અને આવી ગંભીર સ્થિતી હોવા છતા તંત્ર મુક પ્રેક્ષક બની રહ્યુ છે. પ્રતિદિન મોટા પાયે આવું પાણી નદીમા આવી રહ્યુ છે અને તે નદીને નુકશાન કરી રહ્યુ છે. સાથે સાથે માનવ સ્વાસ્થને પણ નુકશાન કરે છે કારણકે આવા પાણીથી અમદાવાદની આસ-પાસના ગામડામા ખેતી કરવામા આવે છે.
READ ALSO
- CM રૂપાણીએ રામ મંદિરના નિર્માણ માટે કર્યું રૂપિયા 5 લાખનું દાન
- VI ના ગ્રાહકો માટે ખુશખબરી! આ એપથી ફ્રીમાં કરો ડૉક્ટર સાથે કન્સલ્ટેશન, ફોન પર જ ખબર પડી જશે શું છે બીમારી
- ગરીબોના સપના કેજરીવાલ પુરા કરશે/ 2025 સુધીમાં 89,400 ફ્લેટ્સ બનાવશે, દરેકને મળશે પાક્કુ મકાન
- JBL C115 TWS ઈયરબડ્સ ભારતમાં લૉન્ચ, મળશે 21 કલાકનું બેટરી બેકઅપ, જાણો શું રહેશે કિંમત…
- કેજરીવાલ સરકાર લાવી રહી છે નવી એક્સાઈઝ ડ્યૂટી, દારૂના વેચાણ પર થશે મોટી અસર…