GSTV

સાબરમતિ નદી તો શુદ્ધ થઇ રહી, પરંતુ ગુજરાતની બીજી નદીઓનું શું?

સાબરમતિ નદી તો શુદ્ધ થઇ રહી છે.પરંતુ ગુજરાતની બીજી નદીઓનું શું.ગુજરાતની મોટાભાગની નદીઓ પ્રદુષણને કારણે મૃત થઇ રહી છે. ખુબ જ મોટા પ્રમાણમાં ઠલવાતો પ્રદુષિત કચરો ગુજરાતની નદીઓને વિપરીત અસર કરી રહ્યો છે. જ્યારે ગુજરાત સહીત અન્ય રાજયોમાં પણ ડોમેસ્કિ વેસ્ટ નદીમાં ઠાલવવામાં આવે છે જેને લઇ નદીઓ વધુ પ્રદુષિત થઇ રહી છે. NGTA સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડને એક રીપોર્ટ સુપ્રત કર્યો છે.

જેમાં પાંચ રાજયો મહારાષ્ટ્ર, આસામ, ગુજરાત, કેરાલા, અને મઘ્યપદેશમાં ૩૫૧ પ્રદુષિત નદીઓ છે જેમાં કેમીકલ વેસ્ટ તેમજ ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવવામાં આવે છે. જેના કારણે કાં તો નદીનું પાણી પ્રદુષિત થાય છે કે પછી નદીમાં પોતાની જગ્યાએ કચરો વધારે જોવા મળે છે. ગુજરાતમાં જેતપુર અને સારણ ગામ પાસે આવેલી ભાદર નદી સમગ્ર દેશમાં વધુ પ્રદુષિત નદી હોવાના રીપોર્ટ છે. જયારે ગુજરાતના જ વૌઠા પાસેથી પસાર થતી સાબરમતિ નદી પણ પ્રદુષિત નદીમાંની એક છે આ નદીઓના પાણીમાં બાયોલોજીકલ ઓકસીઝન ડીમાન્ડનું પ્રમાણ ખુબ જ ઓછું છે આ પરિસ્થિતિ પ્રદુષણને આભારી છે.

અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે અને આ અંગેની ફરિયાદો મળી હોવાનું પણ જણાવ્યું છે. ફરિયાદો મળતા નિયમાનુસાર પગલા લેવામાં આવતા હોવાનો પણ દાવો કર્યો છે…ત્યારે હવે 500 કરોડની સાબરમતિને શુદ્ધ કરવાની જોગવાઇ કરાઇ છે સાબરમતિને શુદ્ધ કરવાનું કામ પણ શરુ કરાયુ છે……ત્યારે હવે જોવાનું રહેશે કે 500 કરોડમાં કેટલી શુદ્ધતા આવે છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!