GSTV
Home » News » સાબરમતીમાં PM નો વોટર શો : અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સાબરમતીમાં PM નો વોટર શો : અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

અમદાવાદમાં આજે અંતિમ દિવસના પ્રચારને વિશિષ્ટ અને ઐતિહાસિક બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીમાં વોટર શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તંત્ર દ્વારા ટ્રાફિકના બહાને રોડ શોને મંજુરી ન મળતા ભાજપે તરત જ બીજો પ્લાન અમલી બનાવી સાબરમતી નદીમાં સી પ્લેન ઉતારવાનું આયોજન ઘડી કાઢ્યું હતું.

આજે સવારે સાબરમતી રિવર ફ્રન્ટમાં સરદાર બ્રિજ પાસેથી વડાપ્રધાનના રોડ શોનો પ્રારંભ થયો હતો. તેમણે સી પ્લેનમાં બેસતા ૫હેલા ચારેય તરફ ઉમટી ૫ડેલી માનવ મેદની સામે હાથ ઉંચા કરીને અભિવાદન ઝીલ્યુ હતું. ત્યાર બાદ પ્લેનમાં બેસીને સાબરમતીમાં જાણે કે વોટર શો કર્યો હતો.

સી-પ્લેન મારફતે અમદાવાદથી ધરોઈ ડેમ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો શરૂ થયો. આ રોડ-શોમાં મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ પણ કારની બહાર નીકળીને લોકોનુ અભિવાદન ઝીલ્યુ હતું. PM મોદી અમદાવાદથી ધરોઈ ડેમ પહોંચ્યા બાદ અહી સ્થાનિક આગેવાનોએ તેમનુ સ્વાગત કર્યુ હતું. ત્યાંથી PM મોદી અંબાજી જવા રવાના થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદીએ કચ્છના માતાના મઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આજે ચૂંટણી પ્રચારન અંતિમ દિવસ છે ત્યારે મોદી અંબાજીમાં મા અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે.

Related posts

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

દરરોજ 109 અને 1 કલાકમાં 5 દીકરી પર થાય છે બળાત્કાર, 4 લાખ બળાત્કારના કેસમાં એક પણ નરાધમને નથી થઈ ફાંસી

Karan

આ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!