GSTV
Home » News » સાબરમતી જેલમાં સરકારી ફોન છે પણ આ કારણથી મોબાઈલ રાખે છે કેદીઓ

સાબરમતી જેલમાં સરકારી ફોન છે પણ આ કારણથી મોબાઈલ રાખે છે કેદીઓ

અમદાવાદની સાબરમતી જેલને જેલ કહેવી કે મોબાઇલ ફોનની દુકાન વધારે નહીં લાગે. કેમ કે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ જેલમાંથી 173 જેટલા મોબાઈલ અને 76 સીમકાર્ડ મળી આવ્યા છે. ત્યારે આ બાબતે જેલના પોલીસ મહાનિર્દેશક આસપાસની વસતીને જવાબદાર ઠેરવે છે. સાબરમતી જેલમાંથી વર્ષ 2014 થી 2018માં 173 જેટલા મોબાઈલ અને 76 સીમકાર્ડથી વધારે મળ્યા હતા.

તો ચાલુ વર્ષ 2018માં હાલ સુધી 42 મોબાઈલ અને 31 સીમકાર્ડથી વધારે ઝડપાયા. જેમાં 30થી વધારે આરોપીથી ધરપકડ થઈ. વર્ષ 2014થી વર્ષ 2018 સુધીમાં જેલમાંથી મોબાઇલ ફોન, બેટરી અને સીમકાર્ડ મળી આવવાના આંકડા જોઇને ચોંકી જવાય છે ત્યારે આ સમગ્ર મામલાની તપાસ હાલ એસઓજીની એસઆઇટી કરી રહી છે. જેલમાં પરિવાર સાથે વાતચીત કરવા ટેલીફોન બૂથ છે. જેમાં રજીસ્ટરમાં એન્ટ્રી કરી વાત કરી શકાય છે. સામાન્ય રીતે ગુનેગારો તેમના ગેરકાયદેસર ધંધાને ચલાવવા મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. અને જેલ તંત્રની ઢીલી નીતિના કારણે મોબાઇલ ફોન જેલમાં ઘૂસી જતા હોય છે.

જેલ મહાનિદેશકના આ જવાબો પરથી આસપાસની વસતી પર પણ પોલીસે નજર બનાવીને અસામાજીક તતત્વોને ડામી દેવા જરૂરી છે. પરંતુ બીજી વરવી વાસ્તવિક્તા એ પણ છેકે કેદી જાપ્તાને લઇ જતા સમયે ટીફીન મારફતે, ચેકીંગમાં રહેલા સ્ટાફની મિલીભગતના કારણે જેલમાં મોબાઇલ ઘુસતા હોય છે. જેને ડામવા કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે.

Related posts

દિલ્હી હિંસા : અંધાધૂંધ થયું છે ફાયરિંગ, 82માંથી 21 જણાના થયાં મોત

Mayur

આઈબીના અધિકારીનો બહાર આવ્યો પીએમ રિપોર્ટ, હિંસાખોરોએ એવું કર્યું છે કે તમારા રૂવાડા ઉભા થઈ જશે

Mayur

ભાજપ હોય કે કોંગ્રેસ કોઈને પણ છોડશો નહીં, મારા પ્રધાનમંડળનો મંત્રી હોય તો પણ આપો સજા

Karan
Do NOT follow this link or you will be banned from the site!