GSTV

સાબરમતી જેલના કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, આઇસોલેટ થયા બાદની તકલીફો વર્ણવી

Last Updated on June 26, 2020 by

સાબરમતી જેલના એક કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં બંદીવાન કોરોના સંક્રમિત થયા બાદ તેને જેલમાં જે રીતે આઇસોલેટ કરવામા આવે છે તેની તકલીફો વર્ણવી છે.

અમદાવાદની સાબરમતી જેલમાં અત્યાર સુધીમાં 44 કેદીઓ અને 18 કર્મચારીઓ થયા સંક્રમિત

અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેની દિવસે વધી રહ્યો છે. જેમા ઘણા પોલીસકર્મી અને ડોક્ટરો પણ ઝપેટમાં આવ્યા છે. હવે કોરોનાનો કહેર જેલ સુધી પહોચ્યો છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અત્યાર સુધીમાં 44 કેદીઓ અને 18 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત જેલમાં સુપ્રિટેન્ડેન્ટ અને PRO તરીકે કાર્યરત Dysp ડી.વી. રાણા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેલમાં કોરોનાનો કહેર વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.

કોરોના અંગેના સમાચાર મીડિયામાં આવ્યા બાદ જેલના પીઆરઓએ સ્પષ્ટતા કરી છે અત્યારે જેલની કામગીરીમાં કોઈ અસર પડી નથી. હાલમાં માત્ર 9 કેદીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે જ્યારે બે ક્રમીચારીઓની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યારે એક અધિકારી અને એક કર્મચારી હોમ ક્વોરન્ટાઈન અને 14 કર્મચારીના રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કર્યો

કોરોના

અમદાવાદની સાબરમતી જેલમાં એક કેદીએ આપઘાત કર્યો હતો. ઝાડ પર કપડા વડે લટકીને આપઘાત કરતા જેલ પ્રશાસન પર સવાલો ઉઠ્યા છે. હાઈ સિક્યોરિટી હોવા છતાં એક કેદીએ જાહેરમાં આપઘાત કર્યો હતો. ઝાડ પર લટકીને આપઘાત કરતા રાણીપ પોલોસે તપાસ હાથ ધરી હતી. વર્ષ 2012 માં વડનગરમાં નોંધાયેલા હત્યા અને હત્યાની કોશિશના આરોપી 47 વર્ષીય રમેશજી ઠાકોરે આપઘાત કર્યો હતો. જેલમાં જ પીપળાના ઝાડ પર લટકીને રાત્રે આપઘાત કર્યો હતો. આરોપી સામે નોંધાયેલા ગુનામાં તેઓને આજીવન કારાવાસની સજા પડી હતી. આરોપી જુન માસમાં સાબરમતી જેલમાં લાવ્યા હતા.

READ ALSO

Related posts

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!