GSTV
Home » News » Photo: સાબરમતી આશ્રમને આજે 100 વર્ષ પૂર્ણ, જાણો ઈતિહાસ

Photo: સાબરમતી આશ્રમને આજે 100 વર્ષ પૂર્ણ, જાણો ઈતિહાસ

સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમને આજે એટલે કે 17 જૂને 100 વર્ષ પૂર્ણ થશે. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. 1917ના વર્ષમાં બાપુએ કરી હતી.

આજે પણ સાબરમતી આશ્રમ ગાંધીજીની અનેક યાદો સાચવીને બેઠું છે. ત્યારે આવો જાણીએ સાબરમતી આશ્રમની સ્થાપનાની વાત.

સાબરમતી નદીના કિનારે મોહનદાસ કરમચંદ ગાંધીએ આશ્રમની સ્થાપના કરી. અને સ્થાપનાની શરૂઆતથી જ સાબરમતી આશ્રમ ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યો.

આજે પણ વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતો સાબરમતી આશ્રમ દેશ-વિદેશના લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. આજે સાબરમતી આશ્રમની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. સાબરમતી આશ્રમ. ગાંધી આશ્રમ.

હરીજન આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ જેવા વિવિધ નામે ઓળખાતો આ આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી બાપુએ આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. બાપુ તેના નિત્યક્રમ મુજબ સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં.

તો બ્રિટીશ સામ્રાજ્યના પાયા હચમચાવનારા મીઠાના સત્યાગ્રહ માટેની દાંડીકૂચનો પ્રારંભ પણ આ આશ્રમથી જ થયો હતો. દાયકાઓ વીત્યા બાદ પણ આજે ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે.

સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.. ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ કે જેના પર તેઓ પત્રો લખતા હતા તે અમૂલ્ય વસ્તુઓ આજે પણ જેમની તેમ સચવાઇ છે.

આશ્રમમાં મારું જીવન એ જ મારો સંદેશ ગેલેરીમાં ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને તાદ્દૃશ કરતી 8 ભવ્ય કદની પેઇન્ટીંગ્સ અને 250 કરતાં પણ વધારે તસવીરો સામેલ છે.

ગાંધી ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદનું જીવન દર્શાવાયું છે. વાંચનખંડ સાથે ગાંધીજીના જીવન અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામયિકો ધરાવતું પુસ્તકાલય પણ બનાવાયું છે.

આથી જ દુનિયાભરના મહાનુભાવો અને પ્રવાસીઓ માટે આ આશ્રમ એક પ્રેરણાતીર્થ છે.

Related posts

મોદીના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લાગશે ઝટકો, મહારાષ્ટ્રમાં બદલાયા સમીકરણો

Mansi Patel

નિત્યાનંદની વિદેશી સાધિકાએ કર્યા અનેક રહસ્યો ઉજાગર, પોલીસે આશ્રમમાથી આટલી વસ્તુ કરી જપ્ત

Nilesh Jethva

લગ્ન પછી સંબંઘોમાં રોમાન્સ જાળવી રાખવો છે તો 5 દિવસ રહો એકબીજાથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!