રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા મહેન્દ્રસિંહ વાઘેલાએ આખરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે પુત્રને સાંસદ બનાવી ભાજપમાં ઠરીઠામ કરવા શંકરસિંહે પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષનો દેખાડો કરી રાજકીય ડ્રામા શરુ કર્યો છે.
શંકરસિંહે સમર્થકોને મનાવવા માટે પુત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહનો દાવો છે કે તેમણે ઓચિંતો નિર્ણય નથી લીધો અને શંકરસિંહને પણ અંધારામાં નથી રાખ્યા. ચર્ચા છે કે મહેન્દ્રસિંહ વાઘેલા લોકસભાની ચૂંટણી લડી શકે છે.
ભાજપ સાબરકાંઠાની બેઠક પરથી મહેન્દ્રસિંહને ટિકીટ આપે તેવી શક્યતા છે. આ બેઠક પરથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાઇ શકે છે. ત્યારે બાપુએ મહેન્દ્રસિંહને ફરી રાજકારણમાં સક્રિય કરવા ભાજપના પ્લાનિંગ મુજબ રાજકીય ડ્રામાનો પ્રારંભ કર્યો છે. આવો જોઇએ પિતા-પુત્રના સામ-સામે આક્ષેપો.