GSTV
Sabarkantha Trending ગુજરાત

સાબરકાંઠા સેવાસદનમાં કપિરાજનો આતંક, ત્રણ દિવસની અવનવી તરકીબો બાદ પૂરાયો પાંજરે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સેવાસદન ખાતે છેલ્લા ત્રણ દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો. તાલુકા સેવાસદનમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ તથા અહી વિવિધ કચેરીમાં આવતા અરજદારો ઉપર અચાનક હુમલો કરી બચકા ભરતો હતો.

ત્યારે પ્રાંતિજ મામલતદાર ભગોરા દ્વારા રેજ ઓફિસમાં જાણ કરતા ઈન્ચાર્જ આરએફઓ જી.વી.દેસાઇ તથા વન રક્ષક કે.એસ.સરવૈયાએ તાલુકા સેવાસદન ખાતે આવી કપિરાજને પકડવા પાંજરુ મુકયું હતું અને તોફાની કપિરાજ પાંજરે પુરવા અવનવી તરકીબો અપનાવવામાં આવી હતી. ત્યારે આખરે ત્રણ દિવસની મહેનત બાદ બુધવારે સાંજે તોફાની કપિરાજ પાંજરે પુરાયો હતો. કપિરાજ પાંજરે પુરાતા કર્મચારીઓ સહિત તાલુકા સેવાસદનમાં આવતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી.

READ ALSO

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave
GSTV