GSTV

સાબરકાંઠાના પ્રગતિશિલ ખેડૂતોએ કપાસને ગુલાબી ઈયળથી બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો

Last Updated on July 7, 2019 by Alap Ramani

આમ તો ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે નવા પ્રયોગો કરતાં હોય છે. અને વધુ ઉપજ મળે તે માટે પ્રયાસો કરતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવા જ પ્રગતિશિલ ખેડૂતો છે. જેણે કપાસને ગુલાબી ઈયળથી બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પૂરતો વરસાદ થયો નથી અને પાક સુકાઈ રહ્યો છે. તો બીજી બાજુ પાકને કાતરા નામની જીવાતનો નુકસાન કરે છે. કપાસમાં પણ ગુલાબી ઈયળો પડતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. ત્યારે વડાલી તાલુકાના થેરાસણા ગામના ખેડૂતોએ કપાસના પાકને ગુલાબી ઈયળોથી બચાવવા અનોખો પ્રયોગ કર્યો છે. ખેડૂતોએ ખેતરમાં ફેરોમેટ ટ્રેપ લગાડી છે. જેનાથી ગુલાબી ઈયળનું પ્રમાણ એકદમ ઘટી ગયું છે. આ ફેરોમેટ ટ્રેપ લગાડવાની કિંમત એક એકરમાં માત્ર દોઢસો  રૂપિયા થાય છે અને તેનાથી કપાસના પાકને ગુલાબી ઈયળથી રક્ષણ મળે છે.

આ પ્રયોગ કરતા ગામ લોકોને પણ ફાયદો થયો છે જેને લઈને તમામ ખેડૂતોએ પણ આ ફેરોમેટ ટ્રેપ લગાડી છે. મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકતો નથી. ત્યારે આ ગામના કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ફેરોમેટ ટ્રેપ આશીર્વાદરૂપ બની છે.

સમગ્ર રાજ્યમાં થેરાસણા એક ગામ એવુ છે કે જેને સૌ પ્રથમ આ ફેરોમેટ ટ્રેપ પદ્ધતિની શરૂઆત કરી છે. જે અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે.

 

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!