GSTV
Home » News » સાબરકાંઠાની શાન ઈડરના ડુંગરને ખતમ કરવાની કોશિશ, પથ્થર તોડવાનું કામ શરૂ

સાબરકાંઠાની શાન ઈડરના ડુંગરને ખતમ કરવાની કોશિશ, પથ્થર તોડવાનું કામ શરૂ

idar

સાબરકાંઠાના ઇડર ગઢ પર ચાલતુ ખોદકામ 7 મહિનાના વિરામ બાદ ફરી શરૂ થઈ ગયું છે. ગઢની ઘોર ખોદવા ટેવાયેલા લીઝ માલિકોએ વહીવટી તન્ત્રના છૂપા આશિર્વાદ હેઠળ આ કામ ફરી શરૂ કરી દેતા ગઢના ગૌરવ સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. એકાદ વર્ષ પહેલા ગઢના પથ્થરોનું બેફામ‌ ખનન થઈ રહ્યું હતું. ત્યારે ઇડર અને આજુબાજુના વિસ્તારના લોકોએ ગઢ બચાવો સમિતિ હેઠળ આદોલન શરૂ કરેલું. આદોલન ઉગ્ર બન્યા બાદ વહીવટી તંત્રએ આ સમગ્ર મામલે‌ ઝૂકવું પડ્યું હતું. અને તમામ‌ લીઝ બંધ કરાવી દીધેલી.

hitu kanodiya

જો કે છેલ્લા એક અઠવાડીયાથી ફરી એક વાર લીઝ માલિકોએ પથ્થર કટીંગનું કામ શરુ કરી દેતા ગઢ બચાવો સમિતિના સભ્યો‌ રોષે ભરાયા છે. અને આ ખનન બંધ કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન‌ નીતીન પટેલ‌ અને હિતુ કનોડીયા ગઢ પર ટુરીઝમ સ્પોટને ખુલ્લો મુકવાના છે તો બીજી બાજુ બેરોકટોક‌ ખનન શરૂ કરી દેવામાં આવ્યું. ત્યારે આ બેવડા ધોરણોને લઈને સ્થાનિક‌ લોકોમા રોષ જોવા મળ્યો છે.

Related posts

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

ગુજરાતના આ મજૂરે એવી બુદ્ધિ વાપરી કે હવે તેની રોજની આવક ત્રણથી પાંચ હજાર છે

Mayur

ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!