GSTV
Home » News » સાબરકાંઠાનો સિરામીક ઉદ્યોગ મંદીનાં ભરડામાં, ફેક્ટરીઓનાં 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા

સાબરકાંઠાનો સિરામીક ઉદ્યોગ મંદીનાં ભરડામાં, ફેક્ટરીઓનાં 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા

થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે મંદી ક્યાંય નથી માત્ર હવા છે. જોકે સાબરકાંઠાના સિરામીક ઉદ્યોગમાં કંઈક અલગ જ સ્થિતિ છે. અહીયા દિવસ રાત ધમધમતી ફેક્ટરીઓના 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા છે.

સુમસામ પડેલા કારખાના, તાળાબંધ ક્વાર્ટર, થંભી ગયેલા મશીનરીના પૈડા અને હજારો લોકો બેરોજગાર. સરકાર ભલે કહેતી હોય ક્યાય મંદી નથી. પણ વાસ્તવિક્તા સાવ વિપરીત છે. ગુજરાતમાં મોરબી બાદ જો સૌથી વધુ સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન સાબરકાંઠામાં થાય છે. જો કે નોટબંધી, જી.એસ.ટી અને હાલમાં ચાલી રહેલી મંદીના મારે આ ઈન્ડસ્ટ્રીઝ મૃતપાય થઇ ગઈ છે. અહી એક સમયે ૧૫ જેટલી સિરામિક ફેક્ટ્રીઓ ધમધમતી હતી. પરંતુ હાલમાં 4 પ્લાન્ટ મંદીની ઝપાટે ચડી જતા 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા છે.

સાબરકાંઠામાંથી ગલ્ફ દેશોમાં ટાઈલ્સની નિકાસ થતી હતી. જે લગભગ નહીવત થઈ ગઈ છે. હજારો લોકો બેકાર તો બન્યા છે પરંતુ જે પ્લાન્ટ કાર્યરત છે તેમાં કામ કરતા હજારો કારીગરો સામે બેરોજગારીની તલવાર લટકી રહી છે. જાણકારોના મતે જો સિરામિક ઈન્ડસ્ટ્રીઝ માટે જલ્દીથી કોઈ નક્ક પગલા નહી લેવાય તો આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થશે તેમાં કોઈ બેમત નથી.

READ ALSO

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!