સાબરકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સરપંચ અને વોર્ડના સભ્યો માટે લોકોએ તૈયારીઓ પણ કરી દીધી છે. ત્યારે આજે આપણે એવી પંચાયતની મુલાકાત લઈશું કે જ્યાંના લોકો યુવા સરપંચની માંગ કરી રહ્યા છે.

હિંમતનગર તાલુકાની હમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં અરજણપુરા, રાયસિંગપુરા, ધનપુરા અને હમીરગઢ એમ કુલ મળી ચાર ગામોનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચુંટણી આવી રહી છે ત્યારે ગામ લોકો દ્રારા યુવા સરપંચની માંગ કરાઈ છે. આમ તો પહેલા આ ગામમાં રસ્તાઓ પાકા થયા છે તો શાળા પણ બનાવેલ છે. પંચાયતનું નવું મકાન પણ છે. પરંતુ એ પૂરતું નથી તેવુ પણ સ્થાનિકો માની રહ્યા છે. વિકાસ તો થયો છે પણ સમસ્યાઓ પણ એટલી જ છે.

અનેક ગામડાઓ એવા પણ છે કે જે શહેર સમકક્ષ બન્યા છે ત્યારે હવે લોકો પણ ગામનો સારો વિકાસ થાય તે માટે આગળ આવી રહ્યા છે અને ગામનો વિકાસ કરવા માટે તત્પર બન્યા છે. હમીરગઢ પંચાયતની વાત કરીએ તો અહીં ખેતરોમાં ચોરીનું પ્રમાણ વધી ગયું છે. ગામમાં ગંદકી છે તો સીસીટીવીની પણ ઉણપ છે. સરકારી કામો ગામમાં લાવી શકે એવા ઉમેદવાર ગામમાં જોઈએ છે અને એટલે જ હવે આ પંચાયતમાં યુવાનો તૈયાર થયા છે.

હવે ગણતરીના દિવસોમાં ગ્રામ પંચાયતની ચુંટણી આવી રહી છે. ત્યારે ગામનો સર્વાંગી વિકાસ થાય અને ગામની સમસ્યાઓ દુર થાય તે માટે ગામ લોકો મળીને યોગ્ય સરપંચ ચૂંટવા માટે તત્પર બન્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…
MUST READ:
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ