ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીકના આક્ષેપમાં સાબરકાંઠા પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને પેપરલીક કાંડમાં સંડોવણી માનવામાં આવે છે તેવાં કેતન નામનો શખ્સ પોલીસ સકંજામાં આવ્યો હોવાનું સૂત્ર કહી રહ્યાં છે. પેપરલીક કાંડમાં કેતન સકંજામાં આવતા મોટા ખુલાસાની શક્યતા છે. પેપરલીક કાંડમાં જે વાહનનો ઉપયોગ થયાનો આક્ષેપ થયો છે તે પણ પોલીસે કબ્જામાં લીધું હોવાનું સૂત્રો કહી રહ્યાં છે.
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આક્ષેપ બાદ પ્રાંતિજના ઊંછા ગામે આવેલા ફાર્મ હાઉસના માલિકે GSTV સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. ફાર્મ હાઉસના માલિક નીતિન પટેલએ જણાવ્યું હતું કે, ‘યુવરાજ સિંહે મારા મકાનનો ફોટો આપ્યો છે અને અમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’
નીતિન પટેલએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘આવનારા દિવસોમાં યુવરાજ સિંહ જાડેજા વિરુદ્ધ માનહાનિનો દાવો કરવામાં આવશે. તેમજ જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.’

LCB પોલીસે ફાર્મ હાઉસના CCTV કેમેરાના DVR કબ્જે પણ કર્યા હતાં
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાના આક્ષેપ બાદ GSTV પ્રાંતિજના ઊંછા ગામે પહોંચ્યું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણમાં જે ફાર્મ હાઉસનો ઉલ્લેખ કર્યો હતો તે ફાર્મ હાઉસ ઉપર GSTV ની ટીમ પહોંચી હતી. આ ફાર્મ હાઉસ નીતિન પટેલ નામના વ્યક્તિનું છે અને મોડી રાત્રે હિંમતનગર LCB પોલીસે ફાર્મ હાઉસના CCTV કેમેરાના DVR કબ્જે પણ કર્યા હતાં.

READ ALSO :
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં