મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોના ગાળીયામાં ફસાય નહિ એ માટે હવે પોલીસ મધ્યસ્થી બની આવા જરૂરીયાતમંદ લોકોને લોન અપાવશે. સાબરકાંઠા જિલ્લા પોલીસ જરૂરીયાતમંદોને લોન અપાવશે. સાબરકાંઠા પોલીસે 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન કર્યું છે. સાબરકાંઠા પોલીસ હેડ ક્વાટર સહીત પોલીસ મથકોમાં બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. લોકોને સ્થળ ઉપર ડોક્યુમેન્ટેશન કરીને લોન આપવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ આયોજન કરીને લોકોને લોન મેળામાં હાજર રહેવા અપીલ કરી હતી.

પોલીસે આપી પીડિતોને હિંમત
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસની મોટી ઝુંબેશ ચાલી રહી છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસે આપેલી હિંમતથી વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યાં છે અને આવા વ્યાજખોરો સામે ફરિયાદ લખાવી રહ્યાં છે. રાજ્યના શહેરોમાં સ્થાનિક પોલીસ કેમ્પ કરી રહી છે અને વ્યાજખોરોથી પીડિત વ્યક્તિ અને પરિવારોને રજૂઆત કરવાની તક આપી રહી છે, જેને પરિણામે વિવિધ શહેરોમાંથી વ્યાજખોરોના આતંકની ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર