સાબરકાંઠામાં ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઈડર-હિમતનગર હાઈવે પર સાપાવાડા ગામની સીમમાં એક ખેતરના કુંવામાથી અજાણ્યાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. ખેતર માલિકે પોલીસને જાણ કરતા ઈડર મામલતદાર અને ઈડર પી.આઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયર બ્રિગેડની મદદથી બંને મૃતદેહને કુંવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ મૃતક યુવક અને યુવતી કોણ છે અને ક્યાંથી આવ્યાં હતા એ દિશામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે FSL ખસેડ્યા છે. આ યુવક-યુવતીના મોતનું કારણ જાણી શકાયું નથી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં