સાબરકાંઠા: રાયગઢને મળ્યું Milk ATM, રાત-દિવસ મળશે દુધ, ગાય-ભેસ બંન્નેનું ઉપલબ્ધ

સાબરકાંઠાનુ એક ગામ એવુ છે કે જ્યા દુધ માટે પણ બનાવાયુ છે Milk ATM આ એટીએમની ખૂબી એ છે કે તેમાં ગાય અને ભેંસ બંનેના દૂધના ઓપ્શન અપાયા છે. જેમાં કાર્ડ સ્વાઇપ કરતા જ 24 કલાકમાં ગમે ત્યારે દૂધ મેળવી શકાય છે.

રાયગઢ દુધ મંડળી કે જ્યાં પહેલા ચોક્કસ સમયે વહેલી સવારે કે સાંજે જ દુધ મળતુ હતું. પરંતુ હવે અહીં દુધ મળે છે 24 કલાક. કારણકે આ ગામમાં શરૂ કરાયુ છે મીલ્ક એટીએમ. આ એટીએમથી ગામલોકોને પાર્લર કે ડેરીમાં દુધ લેવા જવુ પડતુ નથી. માત્ર મિલ્ક એટીએમમાં એટીએમ મારફતે ટચ કરીને જ ગાય કે ભેંસનુ દુધ મળી જાય છે. તો જે લોકો જોડે એટીએમ ન હોય તેઓ કેશનો પણ ઉપયોગ કરી શકે છે.

નોધનીય છે કે અલગ અલગ કંપનીના દુધના પાઉચના અલગ ચાર્જ હોય છે. અને એ પણ 500 કે 200 ગ્રામ દુધ મળતુ હોય છે ત્યારે આ એટીએમમાં 10, 20, 50 અને 100 રૂપિયાનું દુધ મળે છે. આમ તો અચાનક મોડી રાત્રે કે ભરબપોરે દુધની જરૂર હોય ત્યારે ડેરી પણ બંધ હોય અને તમામ પાર્લર પણ બંધ હોય છે. પરંતુ આ મિલ્ક એટીએમથી 24 કલાક માટે ગ્રાહકોને દુધ મળી શકે છે અને એ પણ જરૂરીયાત પુરતુ.

ધીરેધીરે દેશ ડિઝિટલ થઈ રહ્યો છે. ત્યારે ગામડાઓ પણ હવે શહેરની જેમ આગળ નીકળી રહ્યા છે. જેમાં રાયગઢ ગામમાં મિલ્ક એટીએમને લઈને ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter