GSTV
Home » News » સાબરકાંઠા : ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો પાણીમાં ડૂબ્યા, ફાયર ટીમ ધટના સ્થળે

સાબરકાંઠા : ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો પાણીમાં ડૂબ્યા, ફાયર ટીમ ધટના સ્થળે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલીયા સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા હતા. ત્રણ યુવકો અને એક આધેડ પાણીમાં ડુબ્યા હતા. પ્રાંતિજ ફાયર ફાયટર તેમજ હિંમતનગરના ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજના સાદોલીયા પાસે આવેલ સાબરમતી નદીમાં રવિવારના રોજ સાંજના સમયે ગણેશ વિસર્જનને લઇને ગણેશની મૂર્તિ લઈને હિંમતનગરના ગઢોડા ગામેથી મૂર્તિ વિસર્જન માટે આવ્યા હતાં. જે દરમ્યાન ત્રણ યુવાન પાણી માં ડુબતા એક આધેડ બચાવવા જતાં તે પણ સાથે ડુબતા પાણી ગરકાવ થયો હતો. તો આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર ટીમને કરાતા પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં શોધખોળ હાથધરી હતી.

પણ બે કલાકની જહેમત બાદ પણ કોઇ મળી આવ્યાં ન હતાં. તો હિંમતનગર ફાયર ટીમ પણ ધટના સ્થળે દોડી આવી શોધખોળ હાથધરી છે.

(1)ગાડાભાઈ રાવળ જત્રાલ ઉંમર- 55
(2) સંજયભાઈ બાબુભાઇ પટેલ ગોધરા ઉમર- 17
(3) સૂરજ પ્રકાશભાઈ પટેલ ગડોળા ઉમર- 15
(4) અજયભાઈ ઈશ્વરભાઈ રાવળ ચરાડા ઉમર- 22

હાલ બધા હિંમતનગર તાલુકાના ગઢોડામાં ખેતીકામ કરતા હતા અને સૂરજ અભ્યાસ કરતો હતો. તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ સાબરમતી નદીમાં હજી પણ શોધખોળ ચાલુ છે.

READ ALSO

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!