GSTV
Sabarkantha Trending Videos ગુજરાત

સાબરકાંઠા: શાકભાજી ફેંકીને ખેડૂતોએ દર્શાવો રોષ, નેશનલ હાઈવે આઠ પર ચક્કાજામ

સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોએ નેશનલા હાઈવે પરના ત્રણ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને શાકભાજી રસ્તા પર ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો.

દેશભરમાં ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે. ખેડૂતોએ નેશનલ હાઈવે આઠ પર શાકભાજી ફેંકીને રોષ દાખવ્યો હતો.ખેડૂતોએ  નેશનલ હાઈવે પર શાકભાજીનું ટ્રેકટર ઠાલવી દીધુ હતુ.જેથી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી.

ખેડૂત આંદોલન અંગે તંત્રને પણ જાણ હતી. સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છતાં ખેડૂતો દ્વારા પોલીસ ને થાપ આપી ટેલર દ્વારા રોડની વચ્ચે શાકભાજીના ઢગ કરવામાં આવ્યાં હતાં.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે આઠ ઉપર ત્રણ રસ્તા ખાતે શાકભાજી રસ્તા ઉપર ઠલવી વિરોધ કર્યો.

ટ્રાફિક જામ ની પરિસ્થિતિ સર્જાઈ.

Related posts

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda
GSTV