ધાનેરા તાલુકાના ચારડા ગામે મતદાન મથક પર મારામારીની ઘટના બની છે. મતદાન મથક પર ફરજ બજાવતા સબુસિંહ નામના કર્મચારી ઉપર મતદાન કરવા આવેલા ચાર શખ્સોએ હુમલો કરતાં મતદાન મથકના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ઘટના બન્યા બાદ ઘટનાસ્થળ પર ધાનેરા પોલીસ દોડી આવી હતી અને હુમલો કરનાર શખ્સ કોણ છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ઘટના અંગે ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી કર્મચારી ઉ૫ર થયેલા હુમલાની આ ઘટનાથી લોકોમાં ચર્ચા જાગી છે. હુમલો ક્યાં કરણોસર થયો હતો ? કોણે કર્યો હતો ? વગેરે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.