GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

લો બોલો! સાબરકાંઠામાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યામાં ગોટાળો, એક જ જિલ્લાના અલગ અલગ ત્રણ આંકડા આવ્યા સામે

રાજ્ય કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનાં અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં નવો છબરડો સામે આવ્યો છે, સાબરકાંઠા જીલ્લામાં કોરોનાના પોઝીટીવ દર્દીઓની સંખ્યાએ સદી વટાવી દીધી છે. ત્યારે ફરી એકવાર કોરોનાના કેસના આંકડાઓમાં ગોટાળાના સવાલો ઉઠ્યા છે. કેમ કે આ વખતે સાબરકાંઠાના આંકડાઓને લઇને સવાલ ઉઠ્યા છે. સાબરકાંઠામાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 104 પર પહોચી છે.

અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 104 પર પહોચી

પરંતુ આરોગ્ય વિભાગ તેમના ચોપડે 87 દર્દીઓ બતાવી રહ્યું છે.તો વળી રાજય સરકારની વેબસાઇટ પર આ આંકડો ૯૭નો છે. આમ એક જ જિલ્લાના અલગ અલગ ત્રણ આંકડા સામે આવ્યા છે. જિલ્લા આરો્ગય તંત્ર ૮૭ના આંકડા માટે કારણ તરીકે બાકીના દર્દીઓ બહારના હોવાનું જણાવી રહ્યા છે.

જિલ્લામાં સાચો આકડો શું છે તે જાણવું મુશ્કેલ બન્યું

હકીકતમાં આરોગ્ય વિભાગ જિલ્લા અને રાજ્ય બહારના દર્દીઓને યાદીમાથી બહાર કાઢીને આંકડો નીચે લાવવા પ્રયત્ન કરી રહ્યું છે.અને આરોગ્ય વિભાગની અધિકારીઓ મીડિયા બ્રીફીંગ પણ નથી આપી રહ્યા, સાથેજ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે.જેથી જિલ્લામાં સાચો આકડો શું છે તે જાણવું મુશ્કેલ બન્યું છે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!