GSTV
Home » News » ઇડર કોંગ્રેસના ઉમેદવારે PASS ના સભ્યને આપ્યુ રૂ.11100 નું કવર : વાયરલ વિડિયોથી વિવાદ

ઇડર કોંગ્રેસના ઉમેદવારે PASS ના સભ્યને આપ્યુ રૂ.11100 નું કવર : વાયરલ વિડિયોથી વિવાદ

સાબરકાંઠાના ઈડરમાં કોંગ્રેસ ઉમેદવાર મણિલાલ વાઘેલાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. ઈડરમાં મણિલાલ વાઘેલાના હાથે પાસના સભ્યને ચાલુ સભામાં રૂપિયા ભરેલુ કવર આપવામાં આવતુ હોય વીડિયો વાયરલ થયો છે. તેઓ આ વીડિયોમાં પાસના સભ્યને 11 હજાર 100 રૂપિયા ભરેલુ કવર આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં સ્ટેજ પર રહેલા વ્યક્તિ કેમેરા બંધ કરાવવા પણ સૂચના આપતા ૫ણ જોવા મળ્યા હતા.  વિડીયોમાં જોઈ શકાય છે કે, સાબરકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતે સંબોધન કરીને મણીલાલ વાઘેલાની લાગણી પાસના સભ્યને મદદ કરવાની હોવાનું જણાવી મણીલાલને હસ્તે ૧૧,૧૦૦ રૂપિયાનું કવર હાથમાં આપ્યું છે. નોંધનીય છે કે આ કવર આપતી વખતે તમામ કેમેરા બંધ કરવાની સુચના આપવામાં આવેલી હતી. એક કેમેરામાં આ રેકોર્ડીંગ થતું હોવાનું જાણી ખુદ મણીલાલ વાઘેલા જ કેમેરા બંધ કરવાની સુચના આપી રહ્યા છે.

વળી, ઇડર તાલુકામાં જ છેલ્લા બે અઠવાડિયામાં હાર્દિક પટેલની ત્રણ-ત્રણ સભાઓ યોજાઈ છે ત્યારે પાસને કોગ્રેસ દ્વારા આ સભાઓ યોજવા ફંડ પણ અપાતું હોવાની શક્યતા નકારી શકાતી નથી. ચૂંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય લેવડ દેવડ કરી ન શકાય તેવા ચૂંટણી પંચના નિયમનો છેદ ઉડતો જોવા મળી રહ્યો છે.

Related posts

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

પાકિસ્તાનીઓને ચોધાર આંસુએ રડાવી રહ્યાં છે ટામેટાં, કિંમત પહોંચી 400 રૂપિયે કિલો

NIsha Patel

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!