GSTV

બેંક એકાઉન્ટમાં રૂપિયા હોવા છતાં ખાતાધારકોએ હાલાકી વેઠી, જાણો કેમ

Last Updated on April 15, 2018 by

હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જીલ્લામાં એટીએમ બંધ અને કેસ નહીં હોવાને લઈને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ભાગ્યે જ કોઈ એટીએમ ખુલ્લુ દેખાય છે અને એમાંય રૂપિયા ખાલી થઇ ગયેલા છે. જેના કારણે લોકોના બેંક એકાઉન્ટમાં રૂપિયા હોવા છતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

નોટબંધી સમયે લોકોએ બહુજ હાલાકી ભોગવી નોટબંધીના એક વર્ષ પછીનો આટલો સમય વિતવા છતા સાબરકાંઠા જીલ્લામાં એટીએમમાં નોટની કમી વર્તાઈ રહી છે. હિંમતનગર શહેરના 20થી વધુ એટીએમ પર અનેક લોકો ફર્યા પણ કોઈ એટીએમમાંથી રૂપિયા મળ્યા નહીં બીજી બાજુ બેંકોમાં 10 હજારથી વધુ કેશ મળતી નથી. અધૂરામાં પુરુ બે દિવસની રજાના કારણે બેંકો બંધ હતી. જેથી એટીએમમાં રૂપિયા ખાલી થઇ ગયા છે.

CRICKET.GSTV.IN

હિંમતનગર શહેરમાં અંદાજે 34 જેટલા એટીએમ આવેલા છે. સ્થાનિકોનું માનીએ તો તેઓ તમામ એટીએમમાં ફરવા છતા કેશ મળી નથી. તો કેટલાક એટીએમ તો એવા છે કે જેમના શટર બંધ કરી દેવામાં આવ્યા છે. લોકો માની રહ્યા છે કે નોટબંધીની અસર હજુ સુધી પુરી થઈ નથી અને હાલ રૂપિયાની વધુ જરૂરિયાત છે. પરંતુ કોઈ જગ્યાએ રૂપિયા મળતા નથી.

નોટબંધી બાદથી કેશની અસર વર્તાઈ રહી છે. જે લોકોના રૂપિયા છે તે રૂપિયા જ લોકોને મળી રહ્યા નથી ત્યારે સરકાર આ અંગે કેટલી ઝડપથી પગલા લે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!