GSTV
Home » News » Big Breaking સબરીમાલા ચૂકાદો : મહિલાઓનો પ્રવેશ રહેશે યથાવત્ત, હવે 7 જજની બેંચ ચૂકાદાને સાંભળશે

Big Breaking સબરીમાલા ચૂકાદો : મહિલાઓનો પ્રવેશ રહેશે યથાવત્ત, હવે 7 જજની બેંચ ચૂકાદાને સાંભળશે

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સબરીમાલા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. હવે આ વિવાદ મોટી બેન્ચને સોંપી દેવામાં આવ્યો છે. એટલે કે પાંચની જગ્યાએ સાત જજોની વડપણ હેઠળ હવે ચૂકાદો આપવામાં આવશે. જેથી હાલ સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ યથાવત્ત રાખવામાં આવ્યો છે. પોતાના જૂના ચૂકાદા પર સુપ્રીમે કોઈ પણ પ્રકારનો સ્ટે નથી લગાવ્યો.

મહિલાઓનો પ્રવેશ રહેશે યથાવત્ત

સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય કર્યો. પુનર્વિચાર માટે સુપ્રીમ કોર્ટે મામલો મોટી બેંચ સમક્ષ મોકલ્યો.. હવે આ મામલો 7 જજોની બેંચ સમક્ષ આવ્યો છે. 3-2ના ફેંસલાથી મોટી બેંચ સમક્ષ મામલો મોકલાયો. હવે 7 જજોની બેંચ કેસની સુનાવણી કરશે. અને મહિલાઓના પ્રવેશ પર પાછલો ચુકાદો યથાવત રાહ્યો છે. પાછલા ચુકાદામાં મહિલાઓને પ્રવેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓનો પ્રવેશ યથાવત રહેશે. મંદિરમાં મહિલાઓના જવા પર કોઈ રોક નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે સબરીમાલા મંદિરમાં સુરક્ષા વધારી દેવાઈ છે. મંદિર પરિસરની આસપાસ 10 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાઈ છે. 16 નબેમ્બરથી મંડલમ મકર વિલક્કુ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. બે મહિના સુધી ચાલનારા આ વાર્ષિક તીર્થયાત્રા માટે પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

10 હજારથી વધુ પોલીસોને મંદિર બહાર તૈનાત કરાયા

મંદિર પરિસરની આસપાસ 10 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાઈ. કોર્ટે ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધને જેન્ડર આધારિત ભેદભાવ ગણાવતા રદ કરી દીધો હતો. અહીં મહિલાઓ પર તેમના માસિક ધર્મને કારણે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. તે વખતે નિર્ણય 4-1ની બહુમતીથી થયો હતો. જસ્ટિસ ઈન્દૂ મલ્હોત્રાએ બહુમત સામે અસહમતિ દર્શાવી હતી.

અયપ્પા અનુયાયીઓ દ્રારા વિરોધ

પરંતુ સુપ્રીમની બંધારણીય પીઠના આ નિર્ણયનો અયપ્પા અનુયાયી દ્વારા પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે મંદિરના ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે અને માસિક ધર્મવાળી મહિલાઓના પ્રવેશથી મંદિરની પ્રકૃતિ બદલાઈ જશે. સુપ્રીમના નિર્ણય વિરુદ્ધ 55 પુનર્વિચાર અરજી સહિત કુલ 65 અરજીઓ કોર્ટમાં છે. 16 નબેમ્બરથી મંડલમ મકર વિલક્કુ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. બે મહિના સુધી ચાલનારા આ વાર્ષિક તીર્થયાત્રા માટે પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

અગાઉ ચૂકાદો રાખ્યો હતો અનામત

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવેલી સમીક્ષા અરજીઓની સુનાવણી પૂર્ણ થયા પછી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી પાંચ જજોની બંધારણીય બેન્ચે ૬ ફેબુ્રઆરીના રોજ પોતાનો ચુકાદો અનામત રાખી લીધો હતો.

આ જજોએ આપ્યો ચુકાદો

આ ખંડપીઠના અન્ય જજોમાં ન્યાયમૂર્તિ આર એફ નરિમાન, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ ઇન્દુ મલહોત્રાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના ચુકાદામાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવાની વર્ષો જૂની પરંપર ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.

સુપ્રીમના ચુકાદાને સમર્થન આપવાની જાહેરાત

સબરીમાલા મંદિરનું સંચાલન કરનાર ત્રાવણકોર દેવસોમ બોર્ડ(ટીડીબી)એ યુ-ટર્ન લઇ મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીડીબીએ કેરળ સરકારની સાથે મળીને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની સમીક્ષા અરજીઓનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન ટીડીબીના મંત્રી કડકકમપલ્લી સુરેન્દ્રને જણાવ્યું છે કે હાલમાં સબરીમાલામાં તહેવારની સીઝન છે. અમે તેની તૈયારીમાં વ્યસ્ત છીએ જેથી શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સબરીમાલા મંદિરની બાબતમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કંઇ પણ બોલવું યોગ્ય નથી અમે કોર્ટના નિર્ણયની રાહ જોઇશું.

Read Also

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!