GSTV
AGRICULTURE Ahmedabad Trending ગુજરાત

સાબર ડેરીએ બે મહિનામાં ત્રણ વખત વધાર્યા દૂધના ભાવ, પશુપાલકોમાં ખુશીનો માહોલ

સાબર ડેરી

સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. સાબર ડેરીએ માર્ચ મહિનાથી આ સતત ત્રીજી વખત દૂધના ખરીદી ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવથી ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

સાબર ડેરી

સાબર ડેરી દ્વારા સતત ત્રીજી વખત દૂધના ભાવમાં કરાયો વધારો. ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયા અને ગાયના દૂધમાં કિલો ફેટે રૂપિયા 6.90નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ પ્રમાણે ભેસના દૂધનો કિલો ફેટે રૂપિયા 740 અને ગાયના દૂધનો ભાવ રૂપિયા 320 ચુકવવામાં આવશે. 11 મેના રોજથી નવો ભાવ અમલી બનશે. ડેરીના નિર્ણયથી ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

અગાઉ માર્ચ મહિનામાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો. સાબર ડેરીએ 1લી માર્ચે 10 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો, જ્યારે 21 માર્ચના રોજ પ્રતિ કિલો ફેટનો 10 રૂપિયા ભાવ વધારો કર્યો હતો. ગુજરાતના તમામ સંઘો કરતાં સાબર ડેરીનો ભાવ સૌથી વધુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu
GSTV